વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગગને ઊંચી ઉડાન



             " ગગને ઊંચી ઉડાન "


જોઈએ છે પંખીઓને...

ગગન મધ્યે ઊંચી ઉડાન માટે પાંખો...

એવી જ રીતે જોઈએ છે દીકરીને...

જગતને આંબવા પરિવારનો સાથ...

આખું જગ્યનો દરિયો...

દીકરી એકલી પાર કરી જ શકે છે...

ભરવા દો દીકરીને ઊંચી ઉડાન...

ખુલ્લા ગગને તેને વિહરવા દો...

ના નાખો તેની ઉપર વધારે કામનો બોજ...

ક્યારેય ના કરશો ઉતાવળ...

દીકરીને પરાઈ કરવાની...

ક્યારેય ના બાંધી રાખો કોઈ ધારણામાં...

અરે...દીકરી તો ફૂલ છે આંગણાનું...

ખીલવા દો એના દરેક સપનાઓ આંગણામાં...

જો જો મુરજાય ના જાય આ ફૂલ...

તૂટી ના જાય તેને જોયેલા દરેક સપનાઓ...

આપો હોંસલો ઊંચી ઉડાન માટે...

તેને વધારે કશું જ નહિ પણ...

દીકરીને જોઈએ છે...

પરિવારનો અતિ વિશ્વાસ અને ભરોસો...


" ભુમિ ડોડીયા "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ