વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેળાપ

ગીષ્મનો ત્રાસ

ઝાડવા સાચવ્યા છે

હવે નિરાન્ત.


દિવાળી આવી

ફટાકડા ફોડાયા

મજા તો માણી.


                             અંધારપટ.      

                        દીવો તો પ્રગટાવ

                           આછો પ્રકાશ.


મીઠી એ વાત

લાલચની એ કેદ

હવે ભોગવ.વાદળ છાયુ

ઝરમર વરસે

કાદવ થાય.

​* * *

​આયખું મોટું

કામ ઘણાં નાનાં

શું આ જીવન.?


આવી છે રાત

નીદંરની સોગાત

સપના તો જો.


નવો દિવસ

નવો કર સંકલ્પ

વળગી રહો


ગોળો સળગે

વીજળી વેળફાય

બંધ તો કર.


ભર બપોરે

ટકોરા પડે બાર

વાગ્યા છે બાર.

​* * *

​ગુરુની શીખ

જીવન તો સુધરે

સુખે જીવાય.


સો વાતે એક

જુઠું પકડાઈ છે

સત્ય સર્વત્ર


દુઃખનો દન

મહેનત તો કર

હવે સુખી જા.


મીઠો સત્કાર

ખાધું-પીધું હેતથી

ગુણ ગાવ છું.


ખરતુ પાન

લીલું જોઈ મલકે

દુખી જગથી


​* * *

​શિયાળાનો ઘા

ઊનની બનાવટ

બજાર મોઘા.


નયનનો ઘા

મન હવે ઘવાયુ

દવા છો તમે.


આળસુ હોય

જીવતી છે કબર

નકામો શ્વાસ.


સંધ્યા ઢળે છે

પ્રિયે રાહ જોવે છે

છોરુ પજવે.


પરસેવે છે

લીલાછમ ખેતરો

કહે છે તાત.


​* * *

​સમય નથી

ઘણાં કહે છે જન

વેડફાય છે.


દાનત સારી

મળે છે ફળ સારા

મન આનંદે


એક ને એક

અમે ને અમારા બે

હવે થ્યા ચાર.


બારીથી જોવે

નયનથી કહે છે

હું તમારી છું.


ઘુઘટ પ્રથા

ઘુઘટ ઉગડે છે

ચંદ્ર લાગે છે.


​* * *

​વિકાસપંથ

વનરાજી અદ્રશ્ય

અનાવૃષ્ટિ રે.


કળિયુગ છે

જૂઠી દરેક જીભ

કેવી આશાઓ.


એક બ્રહ્માંડ

નવ ગ્રહની જોડ

પૃથ્વીવાસી હું.


ગામની યાદ

વગડો,શેરી,ધૂળ

મન ભરી દે.


માનો લાડકો

ખોળે રહી મલકે

વહાલીઓ માં.


​* * *

​મારા માં-બાપ

સ્વર્ગ, મૂડી,તીર્થ છે

સેવા કરીશ.


કબરે દીવા

ગરીબ મરે ભૂખે

નકામું બળે.


માડીનો લાલ

લૂલો લંગડો તોય

રાજકુમાર.


પીંજરે પંખી

મળે ધાન બેસીને

છતાં ઉદાસ.


કમાવા ગયો

યાદ બહુ આવે છે

ફોન કરી લે.


​* * *

​બે કુળ તારે

વહાલનો દરિયો

બાપની શાન.


લીલાખેતરો

કોઠીએ ભર્યા ધાન

ઘુઘરી વેંચ.


અમારું ઘર

આભ છત ભોં સૈયા

વિશ્વ કુટુંબ.


જ્યોત પ્રગટે

અજવાળે જગત

પહેલ કર.


પ્રભાત ફૂટે

તું પણ ફૂટ જીવ

સુખી જીવન.


​* * *

​કેસરી રંગ

કુર્બાનીનું પ્રતીક

કર સલામ.


કોકિલ ગુંજે

પ્રકૃતિ ખીલી ઉઠે

રંગ ઉડાર.


જગ વિશાળ

સંકુચિત મનખા

કેવી આ દશા.


રાત-દિવસ

સૂર્ય ચંદ્રની કળા

પ્રભુની લીલા.


શિલ્પીની કળા

પાષાણ બને દેવ

કલાનું મૂલ્ય.


​* * *

​ગોરું મુખડું

જોઈ તેનો ચહેરો

ચંદ્ર સંતાઈ.


વીજળી ખાય

ગોળો, ટેબલફેન

બિલ હું ભરું.


મનની વાત

ધ્યાનથી સાંભળજો

બહું ચાહું છું.


કરું છું યાદ

ઘણું લાજી મરું છું

નૈન મળતાં.


ભણે તે તરે

રખડેછે તે ડૂબે છે

સમજો વાત.


​* * *

​આજનો ફર્ક

સાક્ષર છલકાય

અભણ નમે.


દૂર ક્ષિતિજે

ધરતીનો મેળાપ

કેવી આશાઓ.


આવો બાળકો

ભણીએ ગણીએ રે

શાળા મંદિરે.


મોંથી વખાણે

ગુણગાન ગવાય

મનમાં દ્વેષ.


રમો રમત

તન મન કસાય

તંદુરસ્તી રે.


​* * *

​આયખું મોટું

સંગાથે ચાલ દોસ્ત

એક જ પંથેકમાયો ઘણું

વાપરો સારા કર્મે

અંત છે ખાલી


હળીમળીને

રહેજો સંગાથે ભૈ

એકલતાથી


જીવો તો એવું

અંત સમયે ખુદ

એ યમ રડે


લડો લડત

અરસપરસ નૈ

દુર્ગુણો સંગ


​* * *

​હાઇકુ કહે

રચો મને હેતથી

પંદર  વર્ણે


પંકજ ખીલે

કાદવની મધ્યમાં

છતાં સુવાસી


વાર છે સાત

પ્રથમ સોમ આવે

રવિ તો છેલ્લો


આવી ફાગણ

મૉરથી ભર્યા ઝાડ

ફાગ ગવાય


અર્પણ તને

તન મન ધનથી

વતન કાજે.

​* * *

​વરસે ઘણો

મેહ બારે માહ રે

માઁ તારા થકી


વહાલી મારી

રક્ષા બાંધતી હાથે

વીરા કહેતી


ઊંચા મકાનો

ડામર કેરા માર્ગ

વૃક્ષો ગાયબ


લડે તો ઘણું

શિખામણ ઘણી દે

પિતાજી મને


દુઃખમાં ભાગે

સુખમાં રહે સંગ

ચેતજે નર.


​​* * *

​પરવા નથી

કર્મ કરતો રહે

મંજિલ સામે.


સાધુઓ ઘણાં

ખરો સાધુ પાથરે

જગ પ્રકાશે.


ફૂલડાં રાતાં

રંગો રેલાય મુખે

હોળી મનાવો.


આવો આંગણે

સત્કારશે અંતર

અનેરા હેતે.


ખરતા પાન

ધીરજ મોટો ગુણ

વસંતે લીલા.

​* * *

​ગુજરાતી છું

વિશ્વના ખૂણેખૂણે

વસીએ અમે


જન્મથી મળે

માઁ,ભોમ અને ભાષા

ગર્વ કરો ભૈ.


લાંબી છે રાત

ટૂંકા ટૂંકા શમણાં

આછી નિંદર.


તપતો સૂર્ય

ફૂંકાતો વા વંટોળ

વૈશાખી માહે.


એક જ દેહ

ઘણાં પાત્ર ભજવે

છતાં દુઃખી.

​* * *

​દરિયો પીતો

નદી લૂંટતો ઘણી

છતાં એ ભૂખ્યો.


છેલ્લો દિવસ

છેલ્લી ઘડીનો શ્વાસ

શત્રુ રડતો.


છેલ્લો એ શ્વાસ

ટોળે વળ્યાં સબંધ

પ્રાર્થના થતી.


ફરતી હવા

ફૂલડે અથડાતી

સુવાસ ભળે.


માફ કરજો

અમે તો  છાની કરી

પ્રિત તમને.


​* * *

​બગીચે ફરો

ચૂંટશો નૈ છોડવા

ફરી નૈ ગમે.


સંવાદ કરો

ખોદણી મોટું પાપ

મોં ન દુખાવો.


સમય ગયો

જુદા રહ્યા આપણે

પ્રેમ એનો એ.


જોઈ લેવા દે

ગામ,ખેતર,ઘર

મળે ન મળે.


જાવ છો તમે

વાલમ વાયદો કરો

રાહ જોઇશ.


​* * *

​મળો છો સામે

ત્યારે તારી ને મારી

હસતી આંખો.


જોઉં છું તને

બજાર વચ્ચોવચ

ભાન ભૂલું છું.


ત્રાસી નજરે

કરી ગયા ઘા મને

છતાં પીડા નૈ.


રૂપાળી ગોરી

હસતી જોતી ચાલે

પાછળ અમે


દરિયે મોતી

કમળ કાદવમાં

સમાજે સંત.


​* * *

​સમુદ્રીમોજા

ઉછળે મુજ હૈયે

તમને જોતા.


પરોઢ થતા

ભિનાશ બને મોતી

છોડ સજાવે.


વનવગડે

કોયલ ગાતું ગીત

મયુર નાચે.


વીજ ચમકે

ગળગળાટ થાય

ચોમાસું આવે.


રંગે રૂપાળું

મારતા ગુનો બને

સાપનો વેરી.


​* * *

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ