વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રક્ષાબંધન નિમિત્તે...

 

રંગબેરંગી રાખડી જોઈ ભીતર થંભી ગયું.

રાખડીના દોરામાંથી ખુલતાં તાંતણાની જેમ

સ્મૃતિના પડ ખુલવા લાગ્યા.

મન દોડવા લાગ્યું! ભાવ વિવશ થઈ.

સ્મરણે ઝબકારો કર્યો,

સ્મરણના મેઘધનુષી રંગો

ચારે બાજુ ફેલાઈ ગયા!

સમેટવા બેઠી,

પણ...

ન સમેટાયા

ગણતરી કરવા બેઠી,

પણ...ન ગણાયા,

નાના હતા ત્યારે નળિયામાંથી પડતા ચાંદરડા જોતા,

પકડતા,

પણ ન પકડાતા ત્યારે આંખોમાં,

વિસ્મયનો દરિયો છલકાતો!

આવી અનેક વીતેલી ક્ષણો યાદ આવતા,

આંખમાં ખારો દરિયો.

સ્નેહની નૌકા લઈને

દોડી આવું તારી પાસે.

ચાલ હવે…

આ રેશમની દોરીથી

તને સ્નેહથી મુશ્કેટાટ બાંધી દઉં .

પવિત્ર પર્વને માણી લઉં

 

-ગીતા શુક્લ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ