વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ક્યારેક...


ક્યારેક ખુદના જ પ્રખર તાપમાં સૂરજ તરફડતો રહે છે,

ને ઉછીના અજવાશમાં પ્રકાશતો ચંદ્ર અમસ્તું જ ગુમાન કરી જતો હોય છે;


ક્યારેક લોહીના સંબંધોમાં જ લોહી રેડાઈ જતું હોય છે,

 ને નિસ્વાર્થ સંબંધોમાં પણ ઝીણા અક્ષરે 'શરતો લાગુ' વંચાઈ જતું હોય છે;


ક્યારેક ચમકીલી પારદર્શક સવાર આંખોને ધુમ્મીલ કરી દેતી હોય છે,

ને ઓશિયાળી અને બોઝિલ સાંજ મનને પ્રસન્ન કરી જતી હોય છે;


ક્યારેક માનવ મહેરામણથી દૂર મન શાંતિના સાંનિધ્ય માટે તરસતું હોય છે,

ને મનગમતા એકાંતમાં ખુદની સાથે જ બાખડી પડાતું હોય છે...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ