વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું ઝૂલાવું મારા લાલને





લાલો... મારો.. પોઢે.. પારણિયે

ને હું ઝૂલાવું... મારા.. લાલને..રે... 


આ તો મારી.. પ્રીતનું.. પારણિયું..

ને પારણિયે.. પોઢે... મારો.. લાલ... રે.


બાંધી.. સ્નેહની.. દોરી... પારણિયે..

પારણિયે.. લટકે... ફૂમતા.. ચાર.. રે


મીઠું.. મીઠું.. મલકે.. મારો... લાલ... 

કે.. જાણે... કનૈયાનો.. અવતાર... રે.. 


અઢળક.. ખુશીઓ... આવી.. મારે.. દ્વાર.. 

આનંદે... ઝૂલે.... મારો... લાલ... રે... 


લાલો... મારો.. પોઢે... પારણિયે... 

ને.. હું.. ઝૂલાવું... મારા... લાલને... રે... 




બિંદિયા જાની (તેજબિંદુ) 

માધાપર (ભુજ) 

21/8/23 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ