વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હળવાશ




 જીવન ભલે જીવાય પણ, હળવાશ હોવી જોઈએ, 

 ક્ષણમાં બધું છોડી શકો, હળવાશ હોવી જોઈએ. 


 કંટક ભરી છે જિંદગી, લીલાશ હોવી જોઈએ,

 ને બોલવામાં ફૂલની, નરમાશ હોવી જોઈએ.


 જીવી શકું ઓજસ ભર્યું, જીવન સદા સર્જન થકી,

 આનંદની ક્ષણ માણવા, નવરાશ હોવી જોઈએ.


 આ જીવનમાં પ્રેમની, મીઠાશ હોવી જોઈએ,

હમસફર માટે પ્રીતની, લાલાશ હોવી જોઈએ. 



 જીવન રહે આ અલ્પ પણ, દર્પણ બનીને પ્રેમથી,

 સંબંધમાં પણ શ્વાસની હળવાશ હોવી જોઈએ.



બિંદિયા જાની (તેજબિંદુ) 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ