વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું તને શોધું છું...

હું તને શોધું છું...


રાતનો અંધકાર તો અપેક્ષિત જ હોય છે,

પણ દિવસના ઉજાસને પણ અકબંધ રાખે એવા


એ સૂર્ય...


હું તને શોધું છું;


સાચા ગુરુઓ તો આજે પણ ઘણા મળી આવશે આ સંસારમાં,

પણ એકલવ્યની જેમ અંગુઠો કાપીને દક્ષિણામાં આપી દે એવા


હે શિષ્ય ....


હું તને શોધું છું;


આયના તો અઢળક મળે છે આ બજારમાં,

પણ પોતાના અંતરાત્મામાં ડોકિયું કરાવી શકે એવા


એ દર્પણ,


હું તને શોધું છું;



માન્યું કે ગ્લોબલ વોર્મિંગથી ત્રસ્ત છે આખી દુનિયા આજે,

પણ થીજી ગયેલી લાગણીઓને પણ પીગળાવી નાખે એવી


એ હૂંફ ...


હું તને શોધું છું;


ઊંઘમાંથી ઉઠાડનાર તો ઘણા મળ્યા છે આ જીવનમાં,

પણ આત્માને ઢંઢોળીને જગાડનાર


એ દોસ્ત..


હું તને શોધું છું;


દુન્યવી માયાજાળથી ત્રાસીને ભગવા ધારણ કરતાં સાધુ તો ઘણા જોયા છે,

પણ સંસારમાં જ રહીને પણ સાવ અલિપ્ત રહેતા


એ અલગારી...


હું તને શોધું છું;




મંદિરો અને શિવાલયો તો શહેરની હર એક ગલીઓમાં જોવા મળશે 'રૂપ' તને, 

પણ આંખો બંધ કરું અને દર્શન દઈ દે, એવા


હે ઈશ્વર.....


હું તને શોધું છું.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ