વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું નથી બોલતો

તમારા નયનને જોયા પછી, એ મારો પ્યાર બોલે છે 2

ખફા થાશો નહિ એ વાતે,તમારો યાર બોલે છે....... તમારા નયનને જોયા પછી


હતો હું એકલો જગમાં, એ અગનની દાહ કોને છે 2

સીંધુ સમી તુજ આંખો, અશ્રુ ધાર બોલે છે...... તમારા નયનને જોયા પછી


મળી જે જીંદગી મુજને, એની દરકાર કોને છે 2

પડી છે નજર નયનોમા,તારો દિલદાર બોલે છે..... તમારા નયનને જોયા પછી


જીવતો જીવન જે મારું, એની પરવાહ કોને છે 2

મળી હોત નજર નજરોથી,મારો સંસાર બોલે છે.... તમારા નયનને જોયા પછી


દરદની વાતને વણવી, એવી સમજણ કોને છે 2

"તખત"ના દીલની વાતો, એની અલગારી બોલે છે.... તમારા નયનને જોયા પછી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ