વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નૂતન વર્ષે યાદ કરીએ દેશની શાન


       ☀નવા વર્ષના વધામણાં☀⛳
         "꧁༺ ঔৣ  ༻꧂" :

      
નૂતન વર્ષે યાદ કરીશુ, મા ભારતી કેરી વધતી ઝાઝેરી શાન
હિમાલય પર ગુંજે સદાય, વીર પુત્રોના બલિદાનનાં યશોગાન.


ડંકો વાગે હવે ભારત કેરો, ઈંગ્લેન્ડમાં જૂવો હરખથી  સહુ આજ
ભારત પર કર્યુ રાજ ઇંગ્લેન્ડે, હવે ભારતીય ઋષિ કરશે ત્યાં રાજ.


સરહદો પર છાતી તાણી જૂવો,  મલકતા વીરોની કેવી શાન
ગંગાના વહેતાં પાવન જળ, વધારે ઘણી મા  ભરતીની  શાન.


ડંકો વાગે હવે ચોતરફ ભારતનો, વિજયઘોષ કરે ભારતના લાલ
સ્વદેશી એરક્રાફ્ટ પર સ્વદેશી આયુધોથી સૈનીકો કરે લલકાર.


દૂધ અને કૃષિમાં પ્રથમ વિશ્વમાં, ભારતમા પાકે  અખૂટ અનાજ
મદદ કરતાં સહુ વિશ્વ અખાને, કોઈ મુસીબત પડે ભારત કરે સહાય.


ખેલ જગતમાં નામના મેળવે, ભારતના ખેલરત્નો હવે તો અપાર
'રાજ '  હૈયે હરખ ઝાઝેરો,  જોઈ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય આજ
       "꧁༺ ঔৣ  ༻꧂" :



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ