વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માઈક્રોફિકશન


શીર્ષક :-  ફાગણ ફાલશે ?  

 

                સંતોકના લગ્નને સાત-સાત દીવાળીયું ઉપરથી ચાલી ગઈ. ખોળો ભરાણો નહીં. પાડોશણ સાથે વાત કરતાં સાસુએ આંગણે બાંધેલી કાનકુવર બકરી સામે હાથ લાંબો કરી ટોણો માર્યો ; "આનો કયારે ફાગણ ફાલશે ?  હવે, પાનખરમાં !" આંગણામાં સામે સંતોક ઊભી હતી.


- રાઘવ વઢિયારી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ