વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાચને ન આવે ઊની આંચ

     ☀ સાચને ન  આવે યુનિ આંચ☀⛳ 

                  (પ્રેરક લઘુવાર્તા )

        "꧁༒ •••°???? °•••༒꧂  


        -----મર્ડરનો આરોપી પોતાનાં સ્વબચાવમાં કોર્ટમાં કઠેડામા ઉભો  રહીને  એક જ વાક્ય છાતી કાઢી ગર્વથી બોલાતો હતો,


   "જજ સાહેબ  હિંસા કરવી એ અધર્મ છે પણ ધર્મને બચાવવાં હિંસા કરવી એ માનવધર્મ છે."



  "તમે એવો શું અધર્મ કરતાં જોયો કે મર્ડર કરવું પડ્યું. કોર્ટને પુરાવો આપો."  જજ સાહેબે પ્રશ્ન પૂછતાં જ આરોપી મૌન બની ગયો.



   જજ સજા સંભળાવા જતા હતાં એટલામાં અવાજ આવ્યો,

"સાહેબ પુરાવો મારી પાસે છે." કહીને બે દીકરીઓએ  વિડિઓ રજૂ કરતાં મોટી સ્ક્રીન પર સહુએ જોયું કે, 

   " અવાવરું જગ્યામાં આ બને યુવતીઓ પર બે યુવાનો બળાત્કારની કોશિશ કરતાં હતાં ત્યારે આ બહાદુર યુવકે મદદે આવીને તેમને પડકારતાં ભયન્કર લડાઈ તે ગુંડાઓ સાથે થઈ હતી અને આ યુવકે બંનેને બરાબર ઝૂડ્યા હતાં."



   બંનેએ યુવતીઓની  માફી માંગી મામલો પતાવી છુટા પડતા હતાં કે તરત જ પાછળથી પેલા લફંગા યુવકે છેતરીને છુરીનો ઘા યુવતી પર કરવાં જતા સાવધાન રહેલા આ  બહાદુર યુવકે યુવતીને હડસેલો મારી દૂર ખસેડી પેલાને જોરથી લાત મારતાં તે ગુંડો તેનો બીજો સાથીદાર જે છૂરી લઈને મારવા જતો હતો તેના સાથે ભટકાતા અકસ્માતે છૂરી તેના પેટમાં ઘુસી ગઈ હતી.


       લોહીનો ફુવારો જોઈ યુવતીઓ ચીસો પાડવા લાગી એટલે આ બહાદુર યુવકે સમજાવીને તેમને મૌન રહેવાનું કહી ઘેર મોકલી દીધી હતી. 


        વિડિઓ જોયા બાદ કોર્ટમાં ગુસપુસ થવા લાગી એટલે જજ સાહેબે બધાને શાંત કરી એ યુવાનને પૂછ્યું,

"તમે આ સાચી વાત કોર્ટને  કેમ ન જણાવી.?"



  યુવક બોલ્યો,

"આ બે બહેનોને કોર્ટમાં ન આવવું પડે અને તેમની મર્યાદા સચવાય એટલે કેમ કે સમાજ  તો દીકરીઓ પર જ આરોપ કરે છે."



   આંખમાં આંસુ સાથે એ દીકરી બોલી,

"જજસાહેબ મારા સાચા ભાઈને છોડી દયો અને જે સજા કરવી હોય તે મને કરો."



            જજ સાહેબે મર્ડર નહીં પણ અકસ્માત ગણાવ્યો અને તે યુવકને આત્મરક્ષા માટે લડાઈ લડતો હોવાનું ગણીને  નિર્દોષ જાહેર કર્યો..


    છૂટ્યા બાદ યુવક મૂંછ પર તાવ દેતાં બોલ્યો, 

"જોયું મિત્રો સત્ય અને ધર્મના માર્ગે ચાલનારની પડખે ભગવાન ઉભા રહે છે." ...

  "꧁༒ •••°???? °•••༒꧂  





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ