વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાંદામામાનું ઘર

   "જુઓ મમ્મા! પેલો ચાંદલિયો !! કેટલો મો..ટ્ટો.. ચાંદલિયો! " નાનકડી વૃંદાએ આકાશમાંનો ચાંદ મમ્મીને દેખાડ્યો.

મમ્મા :"હા બેટા! આજ  શરદ પૂનમ છે, ચાંદામામા નાહી-ધોઈ ફરવા નીકળ્યા છે, એટલે ચાંદામામા મોટ.ટા.. લાગે છે."

વૃંદા : "મમ્મા! આપણે ચાંદામામા પાસે ન જઈ શકીએ?. ધોળા-ધોળા ચાંદલિયા ને ન અડકી શકીએ?"

મમ્મી : " ના બેટા! ચાંદામામા બહુ જ દૂર છે. આપણે ત્યાં ન જઈ શકીએ. ત્યાં તો ચંદ્રયાન જ જઈ શકે. ઈસરોએ આ ચંદ્રયાન બનાવ્યું છે. જે ચાળીસ-પિસ્તાળીસ દિવસે ચાંદલિયા પાસે પહોંચી શકે છે."

વૃંદા : "ના મમ્મા! મારે ચાંદામામાના ઘરે જ જવું છે." વૃંદાએ તો બસ હઠ પકડી. ખાય નહીં, રમે નહીં. નીંદરમાં પણ બકવાસ કરે. 'ચાંદામામા પાસે જવું છે.' વૃંદાને તાવ આવી ગયો. બાળમંદિર પણ જઈ શકે નહીં. બાળમંદિરથી પણ ફોન આવ્યો. મમ્મીએ તેના શિક્ષકને બધી વાત કરી. બધાં મૂંઝવણમાં મુકાઈ ગયાં. 'કેમ કરી વૃંદાને સમજાવવી?'

          પપ્પાએ પણ ખૂબ વિચાર કર્યો.  'શું કરવું?'  આખરે તેને ઉપાય જડી ગયો... "બેટા વૃંદા! દવા લઈ લે. તું સારી થઈ જાયે પછી, આપણે ચાંદામામાના ઘરે જઈએ."

વૃંદા તો રાજી-રાજી થઈ ગઈ. ટાઈમસર દવાઓ પીવા લાગી. એક દિવસ એકદમ તંદુરસ્ત થઈ ગઈ.

વૃંદા : "પપ્પા હવે આપણે ચાંદામામાના ઘરે જઈએ?"

પપ્પા : "ચાલો જઈએ!"

       બધાં તો ઉપડયા ચાંદામામાના ઘરે.

પપ્પા : "આંખ બંધ કર, હું તને તને ચાંદામામાનું ઘર દેખાડું."

  વૃંદાએ આંખ બંધ કરી. થોડીવાર પછી ખોલી. 'આહહા!' વૃંદા તો આશ્ચર્યચકિત થઈ ગઈ. પોચા-પોચા વાદળો હતાં. ટમટતાં તારલિયાં હતાં. ચાંદામામા તો કેવા લીસ્સા-લીસ્સા. વૃંદાએ તો ખૂબ આનંદ લીધો. ચાંદામામાના ઘરનો હો!.  પછી ખુશ થતા ઘરે આવ્યાં. ઘરે આવી વૃંદા  પોતાની સાહેલીને ચાંદામામાના ઘરની વાતો કરવા લાગી.

મમ્મી-પપ્પાને  પણ આનંદ થયો અને એકબીજા સાથે વાતો કરવા લાગ્યાં. "સારું છે! આપણાં  શહેરમાં વિજ્ઞાન નગરી છે. જેમાં  હૂબહૂ ચંદ્રનગરી ઊભી કરવામાં આવી છે. જેથી બાળકો ચાંદામામાના ઘરનો આનંદ માણી શકે છે."

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ