વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્મૃતિમાં સંઘરાયેલી મીઠી યાદો

સ્મૃતિમાં સંઘરાયેલી વ્હાલીની મીઠી યાદો 

   "꧁༒ •••° ☀ °•••༒꧂  

    

અવકાશ જ નહીં મળે તને જરીય મારાથી દૂર રહેવાનો 

હવે હક છે મને પૂરો તારી યાદોથી જ વીંટળાઈને રહેવાનો ...ધ્રુવ 



જન્મોથી બન્ધાયેલ જાણે પ્રીત તારી મારી 

વસમી હોય આ જુદાઈ ભલેને તારી મારી 

અંતર નથી બે હૈયામાં તો હવે અંતર રાખી હું પણ નથી જીવવાનો

હવે હક છે મને પૂરો તારી યાદોથી જ વીંટળાઈને રહેવાનો..


મીઠડી મુલાકાતો ભૂતકાળની સ્મરણ કરી 

ધડકન મારી હદયની રાણીના જ નામ કરી 

અહેસાસ હૈયાનો ન સમજનાર આ જમાનો કાંઈ નથી કહેવાનો. 

હવે હક છે મને પૂરો તારી યાદોથી જ વીંટળાઈને રહેવાનો. 



ઠંડી લહેરો પહોંચાડશે પ્રેમ તુજ હૈયામાં 

પાવન પ્રેમની વહેશે સરિતા તુંજ હૈયામાં 

માણી સ્પર્શ તારો હું દૂરથી અઢળક પ્રેમ તને કરતો જ રહેવાનો 

હવે હક છે મને પૂરો તારી યાદોથી જ વીંટળાઈને રહેવાનો. 



શુદ્ધ પ્રેમનાં શબ્દોને સમજે નહીં કોઈ ભલે 

ઘાયલ હદયની પીડા ઘાયલને જ સમજ પડે 

"રાજ' હદયમાં તવ  પ્રેમનો સાગર સદાય ઘૂઘવતો  જ રહેવાનો.


અવકાશ જ નહીં મળે તને જરીય મારાથી દૂર રહેવાનો 

હવે હક છે મને પૂરો તારી યાદોથી જ વીંટળાઈને રહેવાનો ..

 

  "꧁༒ •••° ⛳ °•••༒꧂  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ