વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવનસાથી

*જીવનસાથી*


"જીવનનાં  તડકા છાંયડામાં   વૃક્ષ બની જાય,"

"ઘોર અંધકારમાં દીપ પ્રગટાવી જાય,"

એ જીવનસાથી..


"જીવંત લહેરોમાં  આંખોનાં સ્વપ્નબિંદુ  બની જાય,"

"આંખોનાં પલકારે  સ્વપ્નમાં  જંજોડી જાય,"

એ જીવનસાથી....


"સ્વપ્નરૂપી સીડીમાં  પા પા પગલી ભરતો જાય,"

"પ્રેમરંગનાં તીરથી હ્રદયને વિંધી જાય,"

એ જીવનસાથી......


"હ્રદયનાં સેતુથી ભવ સાગર  પાર કરાવી જાય,"

"પ્રીતને  પાલવડે જીવન મહેકાવી જાય,"

એ જીવનસાથી.....


"વિખુટા પડવાનાં આભાસથી  ધબકારો ચૂકી જાય,"

"સતત સાથે હોવાનો અહેસાસ કરાવી જાય"

એ જીવનસાથી


"સપ્તપદીનાં વચનોરૂપી માળામાં પરોવાઇ  જાય,

જીવનનૈયા થી મૃત્યુશૈયા  સુધી સાથ નિભાવી જાય,"

એ જીવનસાથી.....


"જેનાં વિશે લખતાં  શબ્દ કોષમાં શબ્દ  ખુટી જાય,"

"નિયતી"ની કલમથી શબ્દો  આપોઆપ  કંડારાય  જાય",

એ જીવનસાથી.....


જીજ્ઞા કપુરિયા "નિયતી"

24/2/2020

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ