વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રપોઝ

              " મને તો પરીક્ષા ના પરિણામ આવ્યા પછી બધું નકામું લાગે છે.યાર............ સાલું આટલુ ભણ્યા પણ છતાં શું મળે છે? છેલ્લે થી બીજો નંબર! એમ થાય કે ઘરે શુ કહીશ .. લોકો ના કપડાં સીવી ને પૂરું કરે છે અને હું  સેવિંગ્સ  માંથી ભણું  છું......., "

      વોડકા પી ને લાંબો દર્દ ભર્યો શ્વાસ લેતા ઋતુલ  બોલ્યો....

.

                  "હમમમમમ......... હું પણ એક વરસ થી સગા વહાલા ના માંગાઓ નકારતી નકારતી ભણું છું.મુશ્કેલ છે. ઘરે જોઈતું પરિણામ આપવું પડે છે નહિ તો બસ જિંદગી પુરી કરી ને પરણાવી દેશે !"

         નેહા વોડકા નો ઘૂંટ પી ને બોલી.  


ઋતુલ હસ્યો...


  નેહા એ બોલવાનું ચાલુ રાખ્યું


                    " મેં ખુબ જ મેહનત કરી હતી top કરવા માટે, નવમો નંબર આવ્યો. ફેકલ્ટી કે, એ રીતે વાંચ્યું, મેહનત કરી,  જાત ઘસી.... રાત ના ઉજાગરા....બધું જ કર્યું ખબર હું શુ બાકી રહ્યું top  કરવા માં..... "


        આ વાર્તાલાપ બે મેડિકલના વિદ્યાર્થીઓનો છે. સાંજના સમયે બંને દરિયાકિનારે બેઠા છે. ઋતુલ અને નેહા.કૉલેજના પ્રોજેક્ટ માં મદદ કરતા એક બીજા સાથે થયેલી મૈત્રી ને આજે દોઢ વર્ષ પૂરું થશે. ઘરે પરિણામ કેહવાની જગ્યા એ બંને દરિયાકિનારે બેસી એક બીજા ને વ્યથા ઠાલવે છે.


        "ઓ મિસ ટોપર.......... તારા જેવા ના લીધે તો અમે બેક બેન્ચર્સ છીએ. જીવન માં સંતોષ રાખતા શીખ . મને જો.. પાર્ટ ટાઈમ નોકરી કરતા કરતા સ્ટડી થાય છે.પૈસા અને ચોપડા ક્યાં ક્યાં થી મળે છે મન જાણે છે.એમાં તારા જેવા toper ને જોઈ ને લઘુતાગ્રંથિ આવે કે ગરીબ ના ઘરે જનમ્યો તો ભણવાનો હક નહિ એમ, જવાબદારી  માંથી ઊંચા આવીએ તો કંઈક કરીએ ને... નવમો નંબર હુહ.......


              આઈ મિસ માય મોમ.... "

              

                ઋતુલ બોલ્યો.


                 નેહા વોડકા પીતી બધું સાંભળતી હતી.દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સત્ય જાણવા છતાં બંને વ્યથા રાજુ કરતા કરતા પીતા જતા હતા.


                  "નેહા,  એક સવાલ પૂછું?"


                  "હમમમ "  


                    નેહા એ સુર પુરાવ્યો...


                    " હગ  મી યાર !"


                    "વ્હોટ, " 


                     નેહા આશ્ચર્ય સાથે બોલી.


                     " તું આટલી ફોરવર્ડ છે,  સાથે બેસી ને ડ્રિન્ક કરી શકે છે, મન પડે તેવા કપડાં પેહરી શકે છે, મારી મિત્ર છે,  મુંબઇ ની છે તો ........"


   ઋતુલ નશા માં બોલતો જતો હતો.


                     " તો શુ Mr.ઋતુલ.. "


                     નેહા વાત કાપતાં ગુસ્સા સાથે બોલી.


                     " તો... "


ઋતુલ કાંઈ બોલી ના શક્યો અને વોડકા પીવા મંડ્યો. 


                      " તારી મિત્ર શુ બની અને ડ્રિન્ક શુ કર્યું સાથે તને થયું કે અવેલેબલ એમ? ટીપીકલ "

કહી ને નેહા એ હસ્યું.

                    

  ઋતુલ વોડકા મૂકી ને નેહા ને સાંભળવા લાગ્યો.

                      

                       " અગર તને ભાવ ના આપું તો બેકવર્ડ કહીશ,  જુનવાણી કહીશ. ભાવ આપું તો ચાલુ,  સાથે ડ્રિન્ક કરું તો ખબર નહિ શુ શુ વિચારી લીધું હશે,  અગર તને સમજી ને તને પ્રેમ કરું તો મારી જ જાત પર ની ગાળો... લોકો કહે છે સ્ત્રી ને ના સમજી શકાય પણ હું તો પુરુષો ને નહિ સમજી સકતી. તારી ભવિષ્ય ની વાઇફ એ  મારી જેમ ભૂતકાળ માં કોઈ છોકરા સાથે બેસી ને ડ્રિન્ક લીધું હોઈ તો તું પરણવા ની ના જ પાડીશ , ઋતુલ ! ગમે તેટલું ભાણી લ્યો, માનસિકતા નહિ બદલે. પત્ની તો ઘર માં બેસે અને ઘર અને તને રાખે બાકી તું ભલે ને ગમે ત્યાં બિઝનેસ કરે, ડ્રિન્ક કરે, છોકરી ફેરવે.... "


   ઋતુલ નેહા ને સાંભળતો જતો હતો.


                     " સ્ત્રી હંમેશા પ્રેમ અને આદર ની ભૂખી હોઈ છે. માતા, મિત્ર, બહેન, વાઈફ, કલીગ, દીકરી.... સાચું કહું તો વેશ્યા પણ. એક પુરુષ ને વેશ્યા ની મરજી વગર તેને અડવાનો કે ખરાબ રીતે બોલવાનો હક નથી. તને તો છોકરી fb પર રેક્યુએસ્ટ મોકલે તો એવો વહેમ હશે કે મારાં માં કંઈક રસ હશે!"... કહી ને નિહાએ હજુ એક ઘૂંટ માર્યો. 


      ઋતુલ શાંતિ થી બધું સાંભળી રહ્યો હતો. સાંજ રાત તરફ ઢળી રહી હતી. દરિયા કિનારે નિરવ શાંતિ હતી. પાંચ મિનિટ કોઈ કાંઈ બોલ્યું નહિ. ઋતુલ એ નેહા ની આંખ માં જોઈ ને પૂછ્યું .

                      "મારી જીવન સંગીની  બનીશ? મારી ઈચ્છા છે કે મારી બેસ્ટ ફ્રેન્ડ મારી પત્ની બને "


નેહા ના હૃદય માં સ્મિત નું મોજું ફરી વળ્યું. બહાર કઠોર ચેહરે કીધું કે વિચારીશ. અને બંને આવનારા દિવસો ના સ્વપ્નો માં  ખોવાઈ ગયા.

               

               સ્ત્રીત્વ મમતા, પ્રેમ અને ભાવનાઓ નું ભૂખ્યું છે. માતા, દીકરી, પત્ની ગમે તે સ્વરૂપે આદર આપવો તથા સ્ત્રી નું વલણ ગમે તેવું હોઈ, તે તેના સ્થાને આદર ને પાત્ર છે. સમાજ માં કેટલાક વ્યક્તિઓ કે જે હજુ જુના ધર્મો સ્વીકારે છે,  તેને સમજવાની જરૂર છે કે ધર્મ સમય સાથે ના બદલે તો તે અધર્મ જ છે. માનવધર્મ નિષ્પક્ષ, નીડર અને સમય સાથે બદલતો છે.

     

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ