વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝાંઝરી ને hills....

title જોઈને જ આ લેખ કંઈક અલગ લાગે છે....


આ લેખની ઉપર નો જ ફોટો છે એ તમે નિહાળ્યો છે???

  આ હું છું... હું એટલે કોણ???


હું એટલે એક એવી આધુનિક આ કે જે ઝાંઝરી અને hillS બંને જોડે પહેરે છે....


મારા માટે આ ઝાંઝરી એ મારા સંસ્કારોનું મારું મનપસંદ એવું બંધન છે..

અને આ hills એ મારી સ્ત્રી સશક્તિકરણ નું પ્રતિક છે....

જ્યારે મારી સ્ત્રી સશક્તિકરણની ભાવના મજબૂત થાય અને ઊંચાઇ ઉપર  દોડવા  લાગુ છું ત્યારે મારા સંસ્કારોનું આ બંધન એના અવાજ દ્વારા મને ચેતવે છે કે હજી તારા પગમાં સંસ્કારોની બેડીઓ પડેલી છે...

અને જ્યારે આ સંસ્કારો નું બંધન જે છે એ વધારે પડતું ખડકવા લાગે મારા દોડવાથી ત્યારે મારા પગમાં રહેલી સશક્તિકરણ એ સમજાવે છે કે તું  આધુનિક નારી એક ઊંચાઇ ઉપર છો.....


મને તો આ બંને ગમે છે કે મારા સંસ્કાર પોતાના અવાજ દ્વારા મને પ્રતીતિ કરાવે છે  કે હજી હું એ જ લજ્જા આભૂષણ શણગાર વાળી સ્ત્રી છું  છે એના

રુમ -ઝૂમ પગલા દ્વારા પોતાના ઘરને હર્યુંભર્યું રાખે છે...

અને મારી hills મને પ્રતીતિ કરાવે છે  આ ઘરને હર્યુભર્યું રાખવા સાથે મારી પોતાની અંદર પણ એક સ્ત્રી રહેલી છે જે ઊંચાઇ ઉપર જઈ શકે છે....


શું આધુનિક બનવા hills સાથે ઝાંઝરીના પહેરી શકાય????


  શું સંસ્કાર અને સશક્તિકરણ સાથે ન રહી શકે????



જવાબ  આ hills અને ઝાંઝરી પહેરવા વાળી સ્ત્રીઓ પાસે જ  છે

એ જ ઝાંઝરી  અને hills પહેરનાર...

                     નિશા સાગર

                         સુરત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ