વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિવાળી આવી..નવો ઉમંગ લાવી..

ઘરઘરમાં દિપજ્યોત જલાવો,

માંહ્યલો અંધકાર દૂર ભગાવો,

અંતરના ઓરડે સ્નેહ ફેલાવો,

હૈયે હરખના તોરણ બંધાવો..!

અણગમાને આજ કરી'દો વિદાય,

આ દિવાળી આવી..નવા વર્ષનો ઉમંગ લાવી..!


હૃદયના દ્વારે દિપક પ્રગટાવો,

આલિંગનથી ઉમંગને વધાવો,

પ્રેમના મારગે ફૂલડાં પધરાવો,

અંધારે આશાનો પ્રકાશ ફેલાવો,

અણગમાને આજ કરી'દો વિદાય,

આ દિવાળી આવી..નવા વર્ષનો ઉમંગ લાવી..!


રંગેબેરંગી રંગોળીઓ પુરાવો,

લબક જબક લાઈટ લગાવો,

મીઠાઈઓના પાકીટ વહેંચાવો,

અમીર ગરીબનો ભેદ ભુલાવો,

અણગમાને આજ કરી'દો વિદાય,

આ દિવાળી આવી..નવા વર્ષનો ઉમંગ લાવી..!


નિતનવા આજ વસ્ત્રો પહેરાવો,

પ્રત્યેક હૈયામાં ખુશીઓ ફેલાવો,

સર્વજન સુખાય મંત્ર અપનાવો,

સ્વાર્થીપણાને આગમાં જલાવો,

અણગમાને આજ કરી'દો વિદાય,

આ દિવાળી આવી..નવા વર્ષનો ઉમંગ લાવી..!


દિવડે દિવડે પ્રગટી છે દિવાળી,

અયોધ્યામાં દીપી ઉઠી દિવાળી,

ફટાકડાના નીનાદે હસે દિવાળી,

પુરા દેશનો ઉત્સવ છે દિવાળી,

અણગમાને આજ કરી'દો વિદાય,

આ દિવાળી આવી..નવા વર્ષનો ઉમંગ લાવી..!


ઇન્ડિયા આજ તો ભારત લાગે,

ભારતમાતા ખુશાલીમાં આજે,

રામધુનનો આજ અલખ જાગે,

દરેકના દિલમાં શ્રીરામ બિરાજે,

અણગમાને આજ કરી'દો વિદાય,

આ દિવાળી આવી..નવા વર્ષનો ઉમંગ લાવી..!


સૌના ઘરમાં લક્ષ્મીના પગરવ થાઓ,

સૌને તંદુરસ્તીને સંગ કલ્યાણ થાઓ,

સૌને સદાયે લાભ-શુભની કામનાઓ,

આ નવલા વર્ષને આજ ઉમંગે વધાવો,

અણગમાને આજ કરી'દો વિદાય,

આ દિવાળી આવી..નવા વર્ષનો ઉમંગ લાવી..!



જયંતિલાલ વાઘેલા (એકાંત)




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ