વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પથ્થરનો બંગલોને સ્નેહે મઢેલી ઝૂંપડી

⛳પથ્થરનો બંગલોને સ્નેહે મઢેલી ઝૂંપડી
          (હૈયાની પ્રીતની હાસ્ય રચના)
  "꧁༒ •••°☀⛳ °•••༒꧂ 

      
  પ્રિયતમા વ્હાલમને કહે,
  "ઓયે હીરો..
      કરોડોનો  છે બંગલો મારો ને લાખોની છે મારી ગાડી
    તું રખડ્યા કરીશ આમ તો મને કેમ બનાવીશ તારી લાડી.? "

વ્હાલમ કહે,
   "ઓયે  જાનુડી
પથ્થરનો છે બંગલો તારો ને સ્નેહે મઢેલી  ઝૂંપડી મારી
    પથ્થરમાંથી પીગળાવી હેતથી તને બનાવીને રાખીશ હદયનાં રાણી."

     પ્રિયતમા બોલી,
  " ગહન વાત તારી પણ સમજણમા ન આવે જરીય મારી
ઝૂંપડીમાં તો રહીશું કદાચ પણ મોંઘી લાલી લિપસ્ટિક  કેમ કરી  લાવશે મારી."

વ્હાલમ કહે વ્હાલથી,
    ઓયે રસભરી રંગીલી વ્હાલી

"તું પોતે જ છે આખી મીઠાઈની દુકાન મારી શણગારની નહીં જરૂર તારે
લાલી લિપસ્ટિકના ઠઠારા છોડી હેતે તું ભરજે મારી ઝૂંપડીમાં પાણી "

વ્હાલી બોલી,

  હાય હાય
"બંગલા ને ગાડીઓ છોડી હું ક્યાં આ ભિખારી ના પ્રેમમાં ભટકાની
   ભલે ભટકાની પણ પ્રેમ તો શુદ્ધ છે એ જાણીને તારી ઝૂંપડીમાં જ હું જીવન જીવવાની. "

     પ્રીતમ હરખથી,
   "જોયું ને જાનુડી....!'

   "હોય ભલે કરોડો સામે તોય જીતે  તારા હૈયામાં સાચી પ્રીત જ મારી
   તારાં મુખડાની ખુશી એ જ સાચી દોલત મારી એટલે પ્રીત આપણી સદા અમર રહેવાની. "     

       બંગલો છોડી વ્હાલી આવે સ્નેહ છલકતી ઝૂંપડીમાં
નિસ્વાર્થ પ્રીતને કદી  દીવાલ કોઈ પૈસા કે ડરની ન નડવાની . "

  "꧁༒ •••° °•••༒꧂ 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ