વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંસાર છે

સંસાર છે


પ્રેમ કરો છો?સમયાંતરે નફરત પણ થાશે,

પ્રેમમાં બે વાત છે! હારશે કાં સફળ થાશે!


સાચું કહ્યું છે! સંસાર તો છે લાકડાનો લાડું,

બે વાત છે સીધો ચાલશે કાં ઝઘડાઓ થાશે!


જીંદગી છે!સમયાંતરે બદલાવ પણ આવશે,

સત્ય છે દારુણ ગરીબી કાં'તો ધનવાન થાશે!


આ તો સમય સમયની બલિહારી છે ભેરૂબંધ,

કોઈ સારી પળો હસાવશે,દુઃખી પળો રડાવશે!


જગ તો નિરાળું છે,આગળ વધે જ જાણશો,

જુઓ કોઈ ઝખ્મો દેશે,કોઈ મલમ લગાડાશે!


જયંતિલાલ વાધેલા (એકાંત)



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ