વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માયા

      પરેશભાઈને આજે ઓફિસમાં રજા હોવાથી
આરામ કરવાના મૂડમાં છે એટલે આઠ વાગવા આવ્યા છતાં ઉઠ્યા નથી.તેમના પત્ની માયાબેન પણ
પતિદેવ ઘરે હોવાથી આજે કાંઈક સારી રસોઈ બનાવવા માટે સવારથી જ રસોડામાં લાગેલા છે.
             ત્યાં જ બાજુના ઘરમાં નવા રહેવા આવેલા પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ રહી છે અને ધીરેધીરે આ બોલાચાલીનો અવાજ હવે મોટે મોટેથી આવવા લાગ્યો છે.
            બાજુવાળા રમેશભાઈને તેમનાં પત્ની જોર જોરથી કહે છે કે મૂકોને આ મોબાઈલ અને હું કહું છું એ સાંભળો આ મોબાઈલની જબરી માયા વળગી છે તમને ,આ માયા સિવાય કાંઈ દેખાતું જ નથી.
           પરેશભાઈએ ઊંઘમાં એટલું સાંભળ્યું કે આ શું માયા વળગી છે તમને આ માયા સિવાય કાંઈ દેખાતું જ નથી એટલે પરેશભાઈ તો આંખોમાં અડધી ઊંઘ ભરેલા હાંફળા ફાંફળા દોડતા રસોડામાં તેમની પત્ની માયા પાસે આવ્યા અને કહેવા લાગ્યા,
અરે આ બાજુવાળા રમેશભાઈને તું ક્યારથી વળગી છે અને તેમને તારા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી.શુ છે આ બધું???
           માયાબેન હસતાં હસતાં બોલ્યા શું તમે પણ
પૂરી વાત જાણ્યા સિવાય વળગી પડો છો.ત્યારે  પરેશભાઈ બોલ્યા તો તું વાત જણાવ અને માયાબેન પરેશભાઈને સાચી વાતથી માહિતગાર કરે છે અને કહે છે આ રમેશભાઈને તેમનાં પત્ની વચ્ચે આ માયાનાં વળગણનો સંવાદ દિવસમા એક બે વખત ચાલતો જ હોય છે.
         પરેશભાઈ પૂરી હકીકત જાણ્યા બાદ બોલ્યા સારું છે કે તે મને સઘળી હકીકતથી વાકેફ કર્યો નહીં તો મારે તો આજે ઝઘડો થ‌ઈ જાત.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ