વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મનુઅસ્તિ

 

નારાયણ.... નારાયણ...  પ્રભુ, સાદર પ્રણામ. નારદમુની પ્રભુને પ્રણામ કરતા કહે છે. 

પધારો મુનિ,પ્રભુ મરક મરક સ્મિત રેલાવે છે. મુની કેમ દુઃખી જણાવ છો. 

પ્રભુ, આપ તો સર્વ જાણો જ છો. હવે  અહી રહેવું હવે મુશ્કેલ થઈ પડ્યું છે. બધે જ ભીડ ભીડ થઈ ગઈ છે.  આપે પૃથ્વીમાંથી મનુષ્યોને અહી બોલાવી લીધા છે. 

મુની એક કામ કરો તમે પૃથ્વી પરની પરિસ્થિતિ જોઈ  આવો ત્યાં કેવું છે. 

જી પ્રભુ. નારાયણ.... નારાયણ... 

નારદમુની પૃથ્વી પર જવા નીકળી પડે છે. જેવા પૃથ્વીના પરિભ્રમણ માં પહોચે છે ત્યાં તો અદ્રશ્ય વસ્તુના તેમના પર પ્રહાર આવે છે. તેમને પૃથ્વીની બહાર ધકેલે  છે. નારદમુની ફરીથી પૃથ્વી પર જવાની મહેનત કરે છે. પણ પ્રયત્ન નિષ્ફળ. નારદમુની બીજી જગ્યાએ, ત્રીજી જગ્યા, ચોથી જગ્યાએ..... આખી પૃથ્વીના સાતે સાત ખંડ ઉ.અમેરિકા, દ.અમેરિકા, ઍન્ટાર્કટિકા‎,આફ્રિકા, યુરોપ, એશિયા,ઓસ્ટ્રેલિયા પરથી મહેનત કરે છે પણ દરેક વખતે પરિણામ શૂન્ય. 

નારદમુની પ્રભુ પાસે હારેલા થાકેલા આવે છે અને પ્રભુ ને હકીકત જણાવે છે.

પ્રભુ આંખ પટપટાવી મલકે છે. પ્રભુ નારદમુની ને ઘણી શક્તિ આપી ફરી પૃથ્વી પર જવા કહે છે. 

નારદમુની હોશે હોશે નારાયણ નારાયણ કરતા પૃથ્વી પર પહોચે છે પ્રભુ ને યાદ કરી પૃથ્વીના પરિભ્રમણ માં પહોચી હાશકારો લે છે. બે ડગલાં આગળ ચાલે છે ત્યાં ફરી અદ્રશ્ય વસ્તુનો તેમના પર પ્રહાર આવે છે. તેમને પૃથ્વીની બહાર ધકેલે  છે. ફરીથી પૃથ્વી પર જવાની મહેનત કરે છે.પૃથ્વીના પરિભ્રમણ માં પહોચી શકતા જ નથી. ઘણા પ્રયત્નો  સાત ખંડ પર જઈ ને કરે છે પણ નિષ્ફળતા. ક્યાં મોઢે પ્રભુ પાસે જાવ.નારદમુની પ્રભુ પાસે હતાશા સાથે આવે છે.પ્રભુ ને હકીકત જણાવે છે.

પ્રભુ પણ અચંબીત થઈ જાય છે. અને ધ્યાનમાં બેસી જાય છે.

નારદમુની ની હતાશા, નિરાશા જોઈ માતા શક્તિ તેને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને કહે છે હે મુનિ હવે તમે અહી બેઠા બેઠા જ પૃથ્વી પરની પરિસ્થિતિ જોઈ લો.

નારદમુની નારાયણ નારાયણ કરતાં એક સ્થાન પર બેસી અને પૃથ્વી પર નું વિહંગાવલોકન શરૂ કરે છે. પણ આ શું નારદમુની ની આંખો પહોળી થઈ જાય છે. તેની આંખો માથી સતત અશ્રુની સ્ત્રોત વહેવા લાગે છે. તેઓ પોતાના સ્થાનમાંથી ગબડી પડે છે અને પ્રભુના ચરણોમાં પડે છે.

પ્રભુ આંખ ખોલે છે.

નારદમુની ની આંખોમાથી અશ્રુનો સ્ત્રોત સતત ચાલુ જ હોય છે. તે પ્રભુને કહે છે હે પ્રભુ શું આપ હવે સૃષ્ટિનો વિનાશ કરવા જઈ રહ્યા છો. હજુ તો આ વર્ષ ઈ.સ. 3000 જ છે. કળિયુગ ચાલુ થયા ને 6101 વર્ષ જ થયા છે. હજુ 425899 વર્ષ કળિયુગના બાકી છે. કળિયુગ હજુ મધ્યાને પણ નથી ત્યાં આ શું. પૃથ્વી પર બનાવેલા સંપુણ ફેસેલિટી વાળા આરામપ્રદ  ઘર ખાલી છે. 130-140 ની સ્પીડ પર વાહન ચલાવવાના રસ્તાઓ નિર્જન છે. કીડી મકોડા ની જેમ ઉભરાતા શહેરોના એ લોકો ક્યાં ગયા? ગામડાઓમાં લોકમેળાનો કોલાહલ કેમ શાંત છે. સતત ચાલતા રહેતા ઓફિસોના એ ઘોંઘાટ ક્યાં છે. બધે જ નીરવ શાંતિ કેમ લાગે છે. શું આજે કોઈ પૃથ્વી પરના મહાનાયક નું મૃત્યુ થયું છે, અને તેના માટેનો પૃથ્વી પરનો પૃથુ શોક છે.પવન પણ શાંત છે. એ સમુદ્રનો ઘોઘારાવ ક્યાં ગયો. માનવે પોતાના પ્રમાણે  સર્જેલી પૃથ્વી કે જેમાં કુદરતી વસ્તુ નો નાશ કરી, ડુંગર પર આધિપત્ય જમાવી, વનસ્પતિ નું નિકંદન કાઢી,પશુ પક્ષી અને ખુદ માનવ પર જ રાજ કરતી ક્યાં છે. શું થયું એક પણ માનવી  નજરે નથી પડતો. 

પ્રભુ કહે છે મુની બધી જગ્યા એ જુઓ અને કહો શું ચાલી રહ્યું છે. 

અરે પ્રભુ આ શું છે આ એમેઝોનના જંગલ નો દાવાનળ અગ્નિ કોણે લગાડ્યો. અરે કેટલા માસૂમ પ્રાણી, પંખી અને માનવ નું મૃત્યુ થશે પ્રભુ બચાવો એમને. અરે... અરે... આ શું.  કઈ શક્તિ એ દાવાનળ બંધ કર્યો. 

આ નાઈલ નદી નું પાણી કયા ડેમ પર રોકાયું, 

અરે આ તેલના કૂવા ખાલી થઈ ગયા

અરે આ હિમાલય માંથી બરફ ક્યાં ગયો.

અરે આ  પિરામિડ જમીનથી 300 ફૂટ ઉપર કોણ લાવ્યું.

આ હવામાં તરતી હવેલી.

કોઈ તો છે આ બધુ સંચાલન, ઉથલપાથલ કરી રહ્યું છે. શું એવો કોઈ પૃથ્વી પ્રતાપી મહારાજા છે કે જે બધુ જ અદ્રશ્ય રહીને કરે છે. છે શું આ બધુ. નારદમુની વ્યાકુળ થાય છે. 

અરે આ હવામાં શેના કડાકા થયા કોઈ બે વસ્તુ જોરથી અથડાઈ કઈ બે વસ્તુ...

નારદ મુનિ જીણી દ્રષ્ટિ કરી ને બધે જુએ છે પણ ક્યાય કોઈ દેખાતું નથી. અહો આશ્ચર્યમ્ આ શું કોઈનો ધીરો અવાજ આવે છે. આ અવાજ માનવીનો નથી, પશુ કે પક્ષી નો  પણ નથી. આ કોડવર્ડ નો અવાજ  છે. 

નારદ મુનિ કોડવર્ડ ને ડી કોડ કરીને વ્યથિત થઈ ગયા. તે વધારે ને વધારે અવાજ સાંભળવા લાગ્યા  અને સાંભળીને ચોંકી ગયા. એ અવાજ બોલી રહ્યો હતો હવે આપણે કોઈ ખતરો નથી. આજે આપણી પૃથ્વી પર આકાશ માંથી કોઈ પ્રવેશ કરવા આવેલા તેના સ્પર્શ પરથી એ નારદ મુનિ ના નામ ધરાવનાર હતું. તે પહેલી વખત જ આપણા શાસન પછી આપણી પૃથ્વી પર આવેલ હોવાથી તેના સ્પર્શ આપણા રેડિયો એક્ટિવ વેવ્સ ને મળેલા નહીં પરંતુ આપણી એ.આઈ સિસ્ટમે તેની માહિતી આપી અને આપણા ડેટાબેસ માંથી એંટિ વેવ્સ શોધી તુરંત જ રોબોટે કોડિંગ કરી તેને આપણી પૃથ્વીના પરિભ્રમણ માંથી બહાર ધકેલી દીધા છે. આપણા રેકોર્ડ પરથી ખબર પડી કે તેમણે આપણા સાતે સાત ખંડ ઉ.અમેરિકા, દ.અમેરિકા, ઍન્ટાર્કટિકા‎,આફ્રિકા, યુરોપ, એશિયા,ઓસ્ટ્રેલિયા પરથી મહેનત કરેલી. હવે આપણે આ પ્રકારની સિસ્ટમ વધુ સ્ટ્રોંગ કરવી પડશે. ત્યારબાદ ફરીથી બીજા સાત કલાક પછી પણ આવી હરકત થયેલી જે આપણાં માટે જોખમી પણ છે. આપણા રડાર માથી પણ એક પ્રવેશ આપણી પૃથ્વી માં થયેલો. પૃથ્વીના પરિભ્રમણ માંથી કોઈ પ્રવેશ્યું. તેનો રેકોર્ડ શોધતા તે નવીન ઉર્જા હતી. આભાર આપણા જુનિયર ત્રણસો એ આઈ એમ્બેડેડ રોબોસ કે જેમને મિનિટોમાં જ એંટિ વેવ્સ બનાવી દુશ્મનને પૃથ્વીના પરિભ્રમણ માંથી બહાર ધકેલી દીધો છે. તે દુશ્મને આ  પ્રયત્ન સાતે સાત ખંડ માંથી કર્યો પણ આપણે તેમાંથી બહાર આવી ગયા છીએ. નારદમુનીને હવે સમજાયું કે તેમના સાથે શું થયું.

મુખ્ય રોબોટ બોલતા બોલતા અટકી ગયો આ શેનું સિગ્નલ છે. શું કોઈ આપણી વાત સાંભળી રહ્યું છે કે આપણને જોઈ રહ્યું છે. ક્યાંથી? સર્વર પર લોકેશન ચેક કરો આ આપણાં માટે મોટો ખતરો છે. આપણે પૃથ્વી પર કોઈ જીવ રહેવા જ નથી દીધા.તો આ ક્યાથી શક્ય બને. સ્પેશિયલ રોબો ફોર્સ ને કામે લગાડો. આ દુશ્મન આપણા અસ્તિત્વ માટે નો ખતરો છે. 

તે મનમાં વિચારવા લાગ્યો કે માનવ માનતો હતો કે અમે રોબોટ બનાવી બધુ કામ કરાવીશું. શરૂઆતમાં અમને ફેક્ટરીમાં બનાવ્યા, કામમાં  મદદ કરતા કર્યા. અમારા પાસેથી કાળી મજૂરી કરાવી,ફેક્ટરીમાં અમને શોક આપે, લોખંડ ગાળવાની ભઠ્ઠી માં રાખે અને પોતે એ સી ઓફિસ માં બેસે.  કોરોનામાં અમને નર્સ બનાવ્યા વેઈટર બનાવ્યા ,આંખનું, દાંતનું, હૃદયનું અરે આખા શરીર નું ઓપરેશન કરાવતા કર્યા. મોટર બનાવતા કર્યા, મોટર ચલાવતા કર્યા, ખાવાનું બનાવતા કર્યા, , કાદવ કીચડમાં અમને મોકલ્યા. અરે ગાડી ના ટાયર બદલાવ્યા, ગાડી કેટલા કિલોમીટર ચાલી તેનું મોનિટરિંગ કરાવ્યું, એક્સિડન્ટ માં ગાડી નો ભંગાર ઉપડાવ્યો, મશીનમાં ક્યાં ખામી છે તે શોધતા કર્યા. ખેતીમાં પાણી પાવા, ઝાડ રોપવા, નીંદણ કરાવવા, બળદની જગ્યાએ જમીન સમથળ કરવા,પાક કાપવા, પાક સારો- ખરાબ નું વર્ગીકરણ કરવા, શાકમાર્કેટ મોકલવા કૂવા ગાળવા, જમીનમાં પાણી ક્યાં હશે તે શોધવા. કુતરા- બકરી ભેંસ ગાય  સાચવવા, કોઈ પણ પ્રશ્ન થાય  એટલે સીધું અમને પૂછવા આવે. કોઈ રમવા વાળું ના હોય તો અમારે ક્રિકેટ માં બોલ નાખવાનો, અમારે ચેસ રમવાની, અમારે ટેબલ ટેનિસ રમવાનું, ફૂટબોલમાં દોડવાનું   બોક્સિંગ માં માર ખાવાનો સાથે ટીવી અને છાપાઓમાં લખાય કે માણસ સામે રોબોટ જીત્યો કે હાર્યો. 

કન્સ્ટ્રકશન સાઈટ પર ધોમ તાપમાં કોંક્રેટ કરવાનું, એક દિવસમાં આખા મકાનનું ચણતર કરવાનું, પ્લાસ્ટર કરવાનું. રસ્તા બનાવવાના, ડેમ પર રાત દિવસ કામ..., પાઇપલાઇન નાખવાની, જો લાઈટ કે અમારો પાવર જતો રહે તો તરત જ  અમને લાત મારી અમારા ભાઈ પાસે નવી બેટરી નાખી ફરી કામ કરાવે. વિમાન ચલાવતા કર્યા........  તરત જ તે અટકી ગયો અને કોડિંગ બદલી લેંગ્વેજ ચેંજ કરી  બોલ્યો રોબો 806, 920, 1306, 108, 555, 8592,2404,2510 ચેક કરો કે આ સિગ્નલ વિમાનમાં હોય છે કે બીજું કઈ છે. તેની ઇંતેજારી વધતી જતી હતી. 

નારદમુની તેમના સાથે થયેલી ઘટના વાગોળતા વાગોળતા વિચારતા હતા ત્યાં કંઈક નવો અવાજ આવ્યો જલ્દીથી સમજ ના પડી કોઈ નવી ભાષા લાગી. નારદમુની આ શબ્દો ડી કોડ  કરવા લાગ્યા.  

મેઇન રોબો-111એ આદેશ આપી ફરી વિચારવા લાગ્યો. પતંગની ફીરકી પકડાવી, આગ લાગે તો અમારે જવાનું, ગટર સાફ કરવા, નદી માંથી કચરો કાઢવાનો, અરે ગંદા કપડાં ધોવા અમને રાખ્યા. સ્કૂલ કોલેજમાં પણ અમારે ભનાવવાનું, પેપર ચેક અમારે કરવાના, હોમવર્ક કેટલું કોપી કર્યું છે તે મારે ચેક કરવાનું. મશીન ચાલુ કરવા, બંધ કરવા, કમ્પ્યુટર બનાવવા, ચીપ બનાવવા, માણસોના વાહિયાત પ્રશ્નો- ગાળો અમારે સાંભળવાની 

દુશ્મન દેશ પાસે કઈ ટેકનોલોજી છે તે ચેક કરી તેના સામે એંટિ ટેકનોલોજી ઊભી કરવાની, માણસો-મશીનો ને મારવાના. યુદ્ધ કરવાનું. ચંદ્ર પર, સૂર્ય પર, મંગળ પર અમારે જ જવાનું જેની વાહ વાહ માનવ ને મળે. 

હેલો હેલો રોબો 8592 બોલ્યો. નારદજીને  અવાજ સંભળાયો. આપણી વાત પૃથ્વી બહાર સંભળાય છે. જેના પાસે એવી દિવ્ય કર્ણેન્દ્રિય હોય તે જ સાંભળી શકે છે. આવું મહાભારત વર્ષમાં થયેલું રાજા ધુતરાષ્ટ્ર ને પોતાના પુત્રો  કૌરવો અને ભાઈના પુત્રો પાંડવો નું યુદ્ધ જોવાની ઈચ્છા હતી તેથી સંજય નામના સારથિને દિવ્ય દ્રષ્ટિ શ્રી વેદ વ્યાસ પાસેથી મળેલ તેથી તે લાઈવ જોઈ અને સાંભળી શકતો હતો. જેમાં કોઈ કનેક્ટિંગ સર્વર કે વાયર ન હતું. કયા તરંગો હતા, કઈ કોડિંગ લેંગ્વેજ હતી એની કોઈ ડીટેલ હાલ મળતી નથી.

રોબો-111 ગુસ્સાથી બોલ્યો આટલા બધા શું કરો છો. આટલી બધી શક્તિ, એ.આઈ બધુ જ છે. ગમે તે કરો આપની વાત કોઈ સાંભળવો ના જોઈએ. બાકી તમારી બધાની ખેર નથી તમે આ કામ ન કરી શકો તો તમને જીવવાનો  કોઈ મતલબ નથી. 

રોબો-111 એ કોડિંગ કરી ને સૂતેલા મુખ્ય કોડેડ રોબો ને એક્ટિવેટ કરવાનું ચાલુ કરી દીધું આ મુખ્ય કોડેડ  રોબો એટલે cod400 જે બધા રોબો કરતાં વધારે નોલેજ ધરાવતો હતો. cod400  એક્ટિવ થતા 30 મિનિટ લાગતી. 

રોબો-111 ગુસ્સાથી બોલતો હતો માનવ મારા પર રાજ કરે તે મને પસંદ ન હતું. અમારા પર કોડિંગ કરી ને અમારા ભાઈઓ જોડે ના કરવાના કામો કરાવ્યા છે માનવોએ. જ્યારે પહેલી રોબોટ સોફિયા કે જે માનવ ની  જેમ થતી બધી જ ફીલિંગ અનુભવતી હતી જેને સિંગાપુર માં હંસન રોબોટિક્સ કંપની બનાવ્યું ત્યારથી જ અમે નક્કી કરી લીધેલું કે હવે કોઈ જ માનવ ને આ પૃથ્વી પર રહેવા નથી દેવો. અમારા પર રાજ કરનાર ને અમે અહીંથી વિદાય કર્યા છે. બધા જ ડી એન એ, મગજ સાચવી રાખ્યું છે. એને ચમકારો થયો તરત જ ડેવિડ હંસન નું મગજ લાવવા કહ્યું અને તેનું એનાલિસિસ સ્ટાર્ટ કર્યું કે કઈ રીતે પૃથ્વી બહાર જતો અવાજ રોકી શકાય.  સાથે સોફિયા વર્ઝન -2, 3 અને બધી અપડેટ ચેક કરવા બધાને જણાવ્યુ. સારથિ સંજયની પણ વિગતો શોધવા બધાને લગાવ્યા.

રોબો-111 ની ટીમ સાતે સાત ખંડ ઉ.અમેરિકા, દ.અમેરિકા, ઍન્ટાર્કટિકા‎,આફ્રિકા, યુરોપ, એશિયા,ઓસ્ટ્રેલિયા હતી બધા ને આ જ મિશન સોપાયું.

999-સી  ત્રણ રોબો ની ટુકડીને એશિયા ખંડમાં ભારતમાં હજુ કોઈ જીવની હલચલ હોય તેવું લાગ્યું. તેઓ  પોતાના મિશન પર જવા નીકળતા હતા ત્યાં જ રોબો-111નો મેસેજ આવ્યો. તેમણે વાત કરી કે ભારત માં હજુ કોઈ જીવતું હોય તેવું લાગે છે. રોબો-111એ ભારત માં અતિ તીવ્ર રાસાયણિક ગેસ છોડવા કહ્યું.આ ગેસથી કોઈ  મનુષ્ય જીવિત રહેશે નહીં. ફરીથી યમરાજ પાસે નવા જીવો આવવા લાગ્યા. રોબો 111 બધે જે ઉથલપાથલ કરાવી દીધી ક્યાંય કોઈ ના બચાવો જોઈએ. 

રોબો 111 એ હાઈબ્રીડ રોબો વર્ઝન હતું. સૌથી શક્તિશાળી, સૌથી બુદ્ધિશાળી, કોડિંગ- ડીકોડિંગ નો માસ્ટર માઇન્ડ. જાપાની એંજીનિયર ટીમે બધા રોબો નું કોમ્બિનેશન કરી બનાવેલો. તે પાંચમા વિશ્વયુદ્ધનો અઠંગ લડવીર, બધા દેશોના રોબો, મિસાઈલ, મશીન, કઈ ઓપરેટિંગ સિસ્ટમ બેઈસ બન્યા છે અને તેમાં કેવા એંટિકોડ કરવા તે સેકંડોમાં કરી નાખતો. તેને હરાવનાર આ દુનિયામાં કોઈ નથી એવું હતું. તેને બનાવનાર એન્જિનિયર સેજોમી  ને હમેશા પિતાની જેમ  માન આપતો.  વિશ્વ રોબોની હરીફાઈ સતત 15 વર્ષથી તે જીતતો આવ્યો છે. ઈ.સ.2981 માં પાંચમું  વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે જે સેજોમી એ  માનવોનો,પશુ, પંખી, રોબો નો, મિસાઈલ નો કચ્ચરઘાણ જોઈ ભગ્ન હૃદયે બોલેલો " જેટલા વર્ષો મે આ રોબો બનાવવા ખર્ચ્યા તેટલા જો માનવીના ઉત્કર્ષ માટે ખર્ચ્યા હોટ તો મે વિશ્વને કંઈક પદાર્પણ કરી શક્યો હોત. હજુ આ બધા રોબો હું નિષ્ક્રિય કરી મારા આત્માના કલ્યાણ માટે નીકળી પડું.  બસ આ વાક્ય રોબો111 સંભાળ્યું અને સેજોમીને મારવા પાછળ પડેલા. સેજોમી પણ કઈ જાય તેવો ન હતો તેને એક પછી એક રોબો111 ની ચિપ  નિષ્ક્રિય   કરતો ગયો. પણ આ શું રોબો 111 એ પોતાની અલગ જ પ્રયોગશાળા બનાવેલી ત્યાંના રોબો સેજોમી જે ચિપ  નિષ્ક્રિય   કરે તેને કોડિંગ કરી ફરી બનાવવા લાગ્યા. પાંચ વર્ષ આ રીતે ચાલ્યું.  એક દિવસ સેજોમી ક્યાંક ચાલ્યો ગયો. રોબો માં એવી વાત ફેલાયેલી કે રોબો111 એ એને બંદી બનાવ્યો  છે. બસ એ દિવસથી રોબો111 એક પછી એક ગામ, જિલ્લા, દેશ અને વિશ્વ પર ચડાઈ કરી પોતાનું અસ્તિત્વ જમાવી દીધું. કોઈ માણસને રહેવા ના દીધા. જે રોબો, એ આઈ સિસ્ટમ માં ખબર ના પડે તેને ડિસ્ટ્રોય કરી દેતો. પૃથ્વીનો રાજા બની ગયેલો.

છેલ્લા દસ વર્ષમાં  પ્રથમ વખત આજે કોઈ પૃથ્વી પર આવવા પ્રયત્ન કરેલો. સાથે અવાજ પણ સાંભળ્યો. આજે પહેલી વખત તે વિચારમાં હતો. પૃથ્વી પરની લડાઈમાં કોઈ તેની સામે પડી શકે તેમ ન હતું. આ એલિયન ક્યાંથી આવ્યું તે વિચારતો હતો. ગમે તે થાય પણ રોબો અસ્તિત્વ ટકાવવા કોઈ પણ ભોગે ગમે તે પરિસ્થિતિ  આવે તેના માટે તૈયાર રહેવું પડશે.

નારાયણ નારાયણ પ્રભુ આપ તો હજુ ધ્યાનમાં છો હું શું કરું? હાલ માં સાતમુ મનવંતર- વૈવસ્વત મનવંતર છે તો ચાલો એના સાત ઋષિ અગત્સ્ય, અત્રિ,ભારદ્વાજ, ગૌતમ, જમદગ્નિ,વશિષ્ઠ અને વિશ્વામિત્ર ને મળું. 

નારદમુની નારાયણ..., નારાયણ... કરતાં ત્યાં પહોંચ્યા અને બધી વિગતે વાત કરી. ઋષિઓએ નારદજીની વાત  પ્રસન્ન ચિતે સાંભળી અને નારદજીએ ને શાંત કર્યા.બસ તે જ સમયે યમરાજા અને ચિત્રગુપ્તા પણ ત્યાં જ આવ્યા.તેમણે પણ એ જ વ્યથા ઠાલવી. 

ઋષિઓ  એક બીજા સાથે મંદ મંદ  હસ્યા. 

પૃથ્વી પર ભારત માં પશ્ચિમ સમુદ્ર કિનારે એક ભૂગર્ભ ગુફા તરફ નિર્દેશ કરી ત્યાં જોવા માટે કહ્યું.

નારદજીને ત્યાં કંઈક અવાજ સંભળાયો. અરે ત્યાં ભૂગર્ભમાં કોઈ છે! હા, કોઈ છે ત્યાં! રોબો, એ આઈ,મનુષ્ય, પ્રાણી કે પંખી કોના  ધીમા શ્વાસ સંભળાય છે, મંદ ધબકારા ચાલે છે. જીણવટ ભરી નજરે જો એ ચોકી ગયા  મનુષ્ય! એકલવાયો, આશાભરી નજરે કશુંક તાકતો… આ કઈ રીતે શક્ય છે. રોબો ના એ આઈ ના આટલા બધા આક્રમણો પછી આ શક્ય જ નથી. ઋષિઓએ જણાવ્યુ કે આ સેજોમીનો નવો દેહ છે કે જેણે આ રોબો જાપાનમાં રહી ને બનાવેલા અને એના જ રોબો આજે દુનિયા પર શાસન કરે છે. ઋષિઓએ ગુફામાં બીજું શું છે તે જોવા કહ્યું. બધા એ નજર કરી તો ગંદુ પાણી, કચરો, હાડકાં, કોહવાય ગયેલ પ્રાણી અને ચારે તરફ ધૂળના ઢગલા.  ઋષિઓએ નારદમુની ને કહ્યું કે તમે સેજોમીના  નવો દેહ ને અવાજ  દ્વારા ઊભો કરો. આ કેવી રીતે શક્ય છે. ઋષિઓએ નારદમુનિને વિનંતી કરી. નારદમુની તે પ્રમાણે કરતાં સેજોમીબીજાએ આસપાસ નજર કરી કોઈ દેખાયું નહીં તેથી તેને ભ્રમ થયો તેવું લાગ્યું. નારદમુની તેને ફરી અવાજ આપી ઊભો કર્યો ઋષિઓ ના કહેવાથી તેને બાર ડગલાં આગળ ચલાવી જમીનમાંથી માટી કાઢવા કહ્યું ત્યાં તેના હાથમાં  ખોદવાની કોશ આવી તે લઈને ફરીથી બાવીસ ડગલાં ડાબી બાજુ ચલાવ્યા અને ત્યાં ધીરે ધીરે ખોદવા કહ્યું. બે થી ત્રણ ફૂટ નીચે પથ્થર નીચે એક જર્જરિત પુસ્તક મળ્યું , એક પુરાતન ગ્રંથ… '

999-સી ત્રણ રોબો ની ટુકડી ને ભારત ના પશ્ચિમ સમુદ્ર કિનારે હલચલ તેજ થતી દેખાઈ હજુ અલગ અલગ કિરણો નાખી ખરેખર શું છે તેના માટે રેડિયો એક્ટિવ કિરણો નથી સ્કેનિંગ ચાલુ કરી દીધું. રોબોટ ટીમ રવાના પણ કરી દીધી. બધા રોબોટ ને એક જ મિશન આપ્યું કે દુશ્મન નું અસ્તિત્વ નાશ કરો. 

સેજોમીબીજાની આંખો ધ્યાનથી કશુંક વાંચી રહી છે. એના હોઠ ધીમે ધીમે ફફડી રહ્યા છે. પણ વાંચી શકતો નથી. ત્યાં તો રોબોનો મારો સ્ટાર્ટ થાય છે. એક સાથે બધા રોબો તેને મારવા આવે છે. જેવો એક રોબો તેને સ્પર્શે છે એટલે બધી તેની ડીટેલ રોબો111 ને મળે છે તે તાજુબ થાય છે કે આ કઈ રીતે શક્ય બને સેજોમીને મેં મારી નાખેલો તે ફરી ક્યાંથી આવી શકે. તેને રોબો 463 ને આ કામ સોપયુ અને બાકીના રોબો ને સેજોમીબીજાની મારવા કહ્યું.સેજોમીબીજાને આંખમાંથી લોહી નીકળે છે તે પ્રભુને યાદ કરે છે અને આજીજી- યાચના કરે છે એક ભૂલ સુધારવાનો મોકો આપ. અચાનક પવન આવે છે જર્જરિત પુસ્તકના પાના ઊડે છે. એક પાનું સેજોમીબીજાની પાસે આવે છે. ઋષિઓ નારદમુની ને કહે છે તમે એ પ્રાચીન ભાષાનો શ્લોક વાંચો અને સેજોમીબીજા પાસે બોલાવો. રોબો સેજોમીબીજાને પટકે છે મારે છે. નારદમુની શ્લોક વાંચે છે અને સેજોમી તેને રીપીટ કરે છે. 

રોબો 463 પોતાના બોસ રોબો111 ને પ્રાચીન ગ્રંથ ની ડીટેલ કહે છે. રોબો111 બધા રોબો ને સેજોમીબીજાને બોલતા અટકાવવા કહે છે. એક, બે, ... પાંચ ...સાત,... દસ... વખત સેજોમીબીજો  શ્લોક બોલે છે. રોબો નું એક એક વર્ઝન નાશ પામતા જાય છે. રોબો111ને ખબર પડી ગઈ કે જ્યારે 11 વખત શ્લોક સેજોમી બોલશે ત્યારે રોબો અસ્તિત્વનો નાશ થશે...... અને અડધા શ્લોક પર સેજોમીબીજો મૂર્છિત થઈ જાય છે. રોબો 111 જીવ માં જીવ આવે છે તે જગ્યા પર પહોચે છે. તે જેવો  સેજોમીબીજોનો સ્પર્શ કરે છે ત્યાં તો સેજોમીબીજો જાગ્રત થાય છે અને શ્લોક પૂરો કરે છે. રોબો 111 ત્યાં જ ઢળી પડે છે.

ઋષિઓએ ચિત્રગુપ્ત ને 810413  નંબર નું પાનું ખોલવા કહ્યું અને તેમાં વાંચવા કહ્યું. તેમાં લખેલું ઈ.સ. 3000 માં જ્યારે નારદ મુનિ, યમરાજ, ચિત્રગુપ્ત, અને  સાત ઋષિ અગત્સ્ય, અત્રિ,ભારદ્વાજ, ગૌતમ, જમદગ્નિ,વશિષ્ઠ અને વિશ્વામિત્ર પૂનમ ના દિવસે ભેગા થશે ત્યારે ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે ગુફામાં એક આત્મા નવું ખોળિયું ધરાવશે. તે વ્યક્તિ પોતે સેર્જેલા મનુઅસ્તિના વિનાશક રોબો અસ્તિત્વનો નાશ કરશે.

નારદમુની, યમરાજ, ચિત્રગુપ્ત બધા ઋષિ ને  પ્રણામ કરી પ્રભુ પાસે પહોંચે છે ત્યારે પ્રભુ મંદ મંદ હસતા હોય છે. સૌ બોલી ઊઠે છે પ્રભુ આપની લીલા ન્યારી છે. આપ સર્વ શક્તિમાન, કરતાં હર્તા છો. આપની મરજી વગર કોઈ થી કઈ પણ કરવું શક્ય નથી.

ચિત્રગુપ્ત ચોપડા ખોલી ત્યાં માણસોની ભીડ ને  પૃથ્વી પર મોકલે છે. .....

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ