વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચંચળ મનોભાવ નારીની આદત

      ચંચળ મનોભાવ નારીની આદત 

         ( જીદમાં રીસાતી વ્હાલી )

   "꧁༒ •••°☀°•••༒꧂  


      

      ---- ખળ ખળ વહેતા નદીના નિર્મળ નીર સામું જોતાં જ રાજવીર પોતાનાં ભૂતકાળના દુઃખદ સંસ્મરણોમાં સરી પડ્યો,


         થોડા વરસ પહેલા અચાનક મળેલી અને શુદ્ધ સ્નેહના અહેસાસ થકી ગળાડૂબ પ્રેમમાં પડેલી રાણી રાજને કદી ન મળી હતી તોય જાણે હદયની હરેક ધડકનમાં સ્નેહ વડે  સમાઈ ગઈ હતી.


       રાણી રાજને કહેતી કે,

 "હું તને ખુબ જ ચાહું છું તારાથી કદાપિ દૂર નહીં જાઉ."


     "દલડામાં સમાઈ તારા હદયની રાણી બનીં બનીને હું રહેવાની 

સુખ દુઃખમાં સદાય તારી પડખે જ આવીને હું ઉભી રહેવાની."


         રાજવીર  તો ખુબ જ નિસ્વાર્થ સ્નેહ વડે બસ તેની રાણીને દૂરથી ખૂશ રાખવા પ્રયત્ન કરતો હદય ખોલીને બધી જ વાતો બને એકબીજાને કરતાં ખુબ ખૂશ રહેતાં હતાં. પ્રેમનો મીઠડો પ્રભાવ હતો.

   "પ્રીત કેરો પ્રભાવ પડે તો ખીલે હ્નદયબાગ 

  હૈયું જોડાય હેતે પછી ચાલે નહીં દિમાગ."


            એકમેકમાં સમાઈ ગયા બાદ થોડા સમય બાદ પ્રેમમાં જાણે વળતા પાણી થયા હોય તેમ રાણી કારણ વગર વાંક શોધી રિસાવા લાગી. પહેલા તો રાજવીર ખુબ જ પ્રેમથી વિનંતીથી મનાવી લેતો પણ આગળ જતા તેની જીદ ખુબ જ વધતી રહી હતી અને હવે તો રાજવીરની વાણીની પણ તેને અસર થતી ન હતી 

 "પ્રીત વધુ કરતાં જાણે પ્રિયા ધરાઈ ગઈ 

   વાયદો તોડી સાથ દેવાનો દૂર થઈ ગઈ."

           ઝગડા સાવ કારણ વગરના હતાં એક દિવસ કોલ ન થયો હોય તો ત્રણ દિવસ રિસાઈ રહેતી એક દિવસ તો તે રાજવીરને તડપતો મૂકીને એક મહિનો બધા જ કોન્ટેક્ટ બ્લોક કરી ચાલી ગઈ હતી.


   "પુરુષ હદયની વેદના નારીને ભાગ્યે જ સાચી સમજાય છે 

વિરહમાં ઝૂરે પ્રેમી તોય વ્હાલી માટે સદાય દુવા કરતો હોય છે."


      પ્રેમ રાજવીરનો શુદ્ધ જ હતો પણ રાણીના હદયમાં શક વહેમ અને સહુથી વધુ જીદ પેસી ગઈ હતી. આ નારીની જીદ આગળ ભલભલાએ ઝુકવુ પડે છે પણ રાજવીર તો રાણીની ખુશી માટે બધું જ કુરબાન કરવાં તૈયાર જ હતો. તેને પોતાનાં પ્રેમ પર પુર્ણ વિશ્વાસ હતો અને કહેવાય છે ને કે,

  "વિશ્વાસે તરે છે પ્રેમનાં વહાણ."


મહિનો બાદ ફરી અચાનક રાણી પાછી આવી ગઈ. રાજવીરે તેને કહેલું,

  "મને તો ખબર જ હતી ગધેડી મારા સિવાય તને કોઈ જ સાચવી શકે તેવું જગમાં નથી."


         ફરી બને વાતો કરવાં લાગ્યાં પણ રાજવીરને હવે ચિંતા હતી કે આ રાણી એકવાર તડપાવતા શીખી ગઈ તો ફરી પણ આમ કરશે જ કેમ કે તે ગુસ્સામાં રાજવીરને થતાં  દર્દનો  ખ્યાલ રાખતી ન હતી.


      રાણી પર પહેલા જેવો પ્રેમ કરી શક્તિ ન હતી કેમ કે હજી તેની જીદ તો એ જ હતી કે મને કેમ ભૂલી જાય કેમ દિવસમાં કોલ ન કરે.? જયારે રાજવીર ઓફિસ હોય ત્યારે વ્યસ્ત હોવાથી કોઈની સામે રાણી સાથે વાત કરવી તેને પસંદ ન હતી એટલે તે કોઈક દી  વાત ન કરી શકતો હતો પણ જયારે સમય મળે રાણીને સોરી પણ કહી દેતો.


         જીદ પર ચડેલી નારી નિત નવા બહાના શોધી જ લે છે રાણી ઘડીકમાં રીસાતી પણ જલ્દી મનાતી ન હતી. બસ આમ જ ઝગડામાં રાણી હવે રાજવીર માટે સમય ઓછો આપવા લાગી બીજે વ્યસ્ત રહેવા લાગી. રાજ બધું જ  રાણીને સમજાવે પણ તે સમજવા તૈયાર ન હતી. તેને પોતાનાં સ્વામાનનો પ્રશ્ન બનાવી દીધેલો.


   "પ્રીતના થયા હવે જાણે વળતા પાણી 

  વગર વાંકે વ્હાલાથી દૂર થઈ આ વ્હાલી"


        આખરે આમ ઝગડતા એક દિવસ રાણી રાજને ઝગડીને બધે જ બ્લોક કરીને ફરી દૂર થઈ ગઈ. રાજવીર એટલું જ બોલેલો કે, "પાગલ મેં તને કાંઈ જ કહ્યું નહીં એ તું અને તારું હદય જાણે છે મને તારાથી કોઈ ફરિયાદ નથી એટલે હું તને સદાય ચાહું છું અને ચાહતો રહીશ મારી નિસ્વાર્થ પ્રીત સદાય અમર રહેશે."


           રાજવીરની વાત હદયથી સાંભળ્યા વિના જ રાણી દૂર થઈ ગઈ. અને રાજવીર બસ વિના કારણ રાણી વિના ઝૂરતો જ  રહ્યો છે. રાણીની યાદ આવતાં જ હૈયું હચમચે ને અંતરથી પ્રેમનો પુરાવો આપતાં પૂર છલકી આંખોથી બહાર ટપકે છે પણ રાણીને બધી જ દૂરથી પણ આ અહેસાસ હોવા છતાંય તેની જીદ અને અહન્કાર પવિત્ર પ્રેમ વચ્ચે દીવાર બની બેઠો છે.


  "તડપે છે બને હૈયા ને મુરઝાય છે પાવન આ જન્મોની પ્રીત 

"રાજ ' કહે વ્યથિત બની પ્રભુને, કેવી ભરી છે તે નારીમા ખોટી જીદ."


             અચાનક એક માછલી ઉછળીને પગને સ્પર્શીને જળમાં પડતાં રાજવીર ભૂતકાળની વસમી યાદોમાંથી તો બહાર આવી જાય છે પણ રાણીના વિરહમાંથી જલ્દી બહાર આવી શકતો નથી.

     તે અચાનક હસીને કહે છે,

"અરે કેવી બનાવી આ  રહસ્યમય સ્ત્રી.? વધુ વ્હાલ કરો તો ધરાઈને દૂર જાય ન કરો તો રિસાઈને પણ દૂર જાય. એથીય પણ વધુ દર્દ ત્યારે પુરુષને આપે જયારે તે પોતાની જીદ પકડે એ કદાપિ ન છોડતા પોતાનાને જ તડપાવે અને દુઃખ આપે છે તેનું પણ તેને પોતાને ભાન રહેતું નથી."


      અચાનક રાજવીર ઉભો થઈને ચાલતા નદી સામું જોઈને બોલ્યો,

   "તારા જળ સામું જોઈ દિલને રાહત આપવાની પણ હવે આદત પાડવી નથી કેમ કે તું પણ એક સ્ત્રી છે ને.? તારા જળ ક્યારે સુકાઈ જાય એ નક્કી ન કહેવાય હો. તમારે સ્ત્રીઓને જે કરવું હોય ઈ કરો તમને છૂટ છે. હું તો બસ મારી રાણીની રાહ જોતો તેની ખુશીઓ માંગતો રહીશ. મને મારા પવિત્ર પ્રેમ અને આત્મા પર પૂરો ભરોષો છે."

      ચાલવા લાગેલા રાજની કટાક્ષમય વાત સાંભળી પાછળ નદી પણ જાણે ગુસ્સામાં કિનારે પથ્થર સાથે ભટકાઈ ઝગડો અકારણ કરી રહી હતી. રાણી પણ જીદમાં દૂર રહી તેનો પ્રેમ મુરઝાતો રહ્યો  જયારે રાજવીર પુર્ણ પ્રીત સાથે દૂર રહ્યો તોય તેનો પ્રેમ અમર રહ્યો.

      સાચવે જતનથી જે પ્રેમ હૈયામાં તો સદાય અમર થાય 

જે પ્રીતને તરછોડે જીદમાં એ પ્રેમથી દૂર થઈ સ્વાર્થી બની જાય "

     -------*-- સમાપ્ત -----



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ