વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંબંધોમાં વમળ

     ચરોતર પંથકમાં તમાકુના વહેપારીની દિકરીને ઘણાં તોલા સોનું અને રોકડ આપીને ચરોતરનાં જ ગામમાં મોટું ઘર ગણાય એવાં પટેલને ત્યાં દિકરી પરણાવી છે.
            દિકરી પૂર્વી નાકનકશે ખૂબ રૂપાળી છે તો સાથે સ્વભાથી પણ ખૂબ મળતાવડી છે એટલે સાસરીમાં આવીને બધાં સાથે જલ્દી ભળી ગઈ છે અને ખૂખ સારી રીતે પોતાનો સંસાર ચલાવી રહી છે.
         આમ પોતાના સંતાનો અને પોતાના પરિવાર સાથે ખૂબ મોજથી જીવન પસાર થઈ રહ્યું છે એવામાં એક દિવસ પૂર્વીની નણંદો પણ રહેવા આવી છે અને બધા એક સાથે બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે એટલે બધા તૈયાર થઈને નીકળવા લાગ્યા છે.
            આજે ખબર નહીં પણ કેમ પૂર્વીને જવાનું મન નથી થતું એટલે પૂર્વી બધાં સાથે જવાની ના પાડે છે તો આજે પૂર્વીના સસરા પણ કોઈ કારણસર ઘરે જ હતાં એટલે નાની નણંદ પૂર્વીને ટોણો મારે છે.
પૂર્વીથી આ સહન ન થતાં પૂર્વી બધાંને ઊભાં રાખીને પોતે પણ સાથે જવા તૈયાર થાય છે અને બધાંની સાથે જાય છે.
          પૂર્વી ખૂબ સંસ્કારી અને ખાનદાન કુટુંબની દીકરી છે એટલે નણંદની વાતનું ખૂબ માઠું લાગી આવતા ગુમસૂમ બેઠી છે પણ એના મગજમાં ગડમથલ ચાલી રહી છે.
              આજે બધાં ફરવાને આનંદ કરવા જ નીકળ્યા હોવાથી વચ્ચે આવતી નદીમાં સ્નાન કરવા માટે રોકાય છે ત્યારે પૂર્વી બધાની નજર ચૂકવીને ઊંડા પાણીમાં પોતાની જાન આપી દે છે‌.
         આમ નણંદના કડવા બોલે નણંદ ભોજાઈના સંબંધમાં વમળ સર્જાતા ખાનદાન કુટુંબની સંસ્કારી દીકરીને પોતાનો જીવ આપી દેવો પડ્યો છે.
      સુલભા ઠક્કર.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ