વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમયંતર

કરી નિરાંત બેઠા છીએ અમે,

કરવા મનની વાત,

 

વિચારો વંટોળ ફરે છે મનમાં,

પ્રશ્ન એ કે કોણ કરે શરુઆત,

 

હતો એક સમય એવોય,

એક શબદ સાંભળવા બેઠા વેચવાને ખુદની જાત,

 

પ્રણયમાં હતા ત્યારે,

મનાવવાને કેટલી કરી હતી રજુઆત,

 

લગ્નના ઇસપાતને પણ સમયાંતરે,

લાગ્યો છે  આખરે આજે કાટ,

 

આજે તો દરદની  વાત કરવાને પણ,

વીતે છે કેટલા દિવસ ને રાત.






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ