વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચિત્રમાં રંગ

નાનકડી બેલા આકાશમાં ખીલેલા મેઘધનુષી રંગો જોઈને માંને સવાલ કરે છે. ઓ માં જોને આ આસમાનમાં કેવાં સરસ કલરનુ ચિત્ર હોય એવું દેખાય છે.આ શું છે માં અને આટલે ઊંચે આકાશમાં આટલાં સુંદર રંગોથી રંગોળી પૂરી હોય એવું દેખાય છે તો આ કોણે કર્યું?
            બેલાની માં ઉપર જોઈને કહેવા લાગી અરે મારી દિકરી આતો મેઘધનુષ છે અને આ રંગોથી આટલું સુંદર દેખાય છે એતો કુદરતના રંગો છે.ત્યારે બેલા ફરી પાછી પ્રશ્ર્નોની ઝડી વરસાવી રહી, શું હું આવા રંગો ભરીને સરસ ચિત્ર ના બનાવી શકું?
           નાનકડી બેલાને પોતાના ખોળામાં લઈને ખૂબ વ્હાલ કરતા તેની માં કહેવા લાગી હા બેટા જરૂરથી બનાવી શકાય પરંતુ એના માટે ખૂબ મહેનત કરવી પડે અને એકાગ્રતાથી ચિત્ર બનાવી તેમાં રંગ પૂરવા પડે.શુ તને ચિત્રમાં રંગ પૂરવા ગમે છે?આમ બેલાની માં બેલાને સવાલ કરે છે.
         બેલા હા ના કરતી પાછી પોતાની રમતમાં મશગૂલ થઈ ગઈ એટલે બેલાની માં પોતાનું કામ કરવા લાગી પણ એને થયું કે બેલાને ચિત્ર દોરતાં શીખવાડવું પડશે અને તે બેલા માટે સ્કેચબુક અને નાનાં નાનાં પેન્સિલ કલર બેલા માટે લ‌ઈ આવી.
          આ જોઈને બેલા તો ખુશીથી ઝૂમી ઉઠી અને માંને કહેવા લાગી હું મારી જાતે ચિત્ર બનાવુ છું.તેની
માંએ પણ ચિત્ર બનાવવાની હા પાડી એટલે બેલા તો પેન્સિલ રબર અને સ્કેચબુક લ‌ઈને ચિત્ર બનાવવા બેસી ગ‌ઈ.
         શરૂઆતમાં તો બેલા આડાઅવળા લીટાલીટી દોરે છે અને માંને પૂછે છે જોતો માં મારૂં ચિત્ર કેવું બન્યું છે.ત્યારે માં પણ પોતાની દિકરીને પ્રોત્સાહન આપવા માટે તેના વખાણ કરે છે તો સાથે થોડું થોડું માર્ગદર્શન પણ આપે છે.
          આમ કરતાં કરતાં બેલાને ચિત્ર દોરવામાં અને એમાં રંગ પૂરવામા ખૂબ રસ પડવા લાગ્યો.હવે નાનકડી બેલા પોતાના ચિત્ર એટલા આબેહૂબ બનાવે છે અને તેમાં એટલા સુંદર રંગો ભરે છે અને પોતાની માંને બતાવે છે.
          બેલાની માં પણ હવે બેલાના ચિત્રો જોઇને ખુશ થાય છે અને કહે છે બેલા જીવન પણ આમજ
ચિત્રોના રંગો જેવું જ છે.જો એમાં પણ એકાગ્રતાથી કામ કરવાંમાં ન આવે તો આપણે ક્યાંય ખોવાઈ જ‌ઈએ છે.
       આમ બેલા પોતાની માંના માર્ગદર્શનથી એક સારી ચિત્રકાર તો બની પણ સાથે એક સારૂ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ પણ બની.
      


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ