વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાગણી



                       " લાગણી " 


એક વાત કહું મારા મનના મીત તમને...

તમારી પ્રત્યેની લાગણીની...

ક્યારેય માપણી ના હોય...

પલ ભરમાં તમારી સાથે...

થઈ ગયા સાચી લાગણીના સંબંધો...

મારા દિલમાં જરૂરથી...

ચાલી રહ્યો છે...

તમારા જ નામના ધબકારા...

તમે જ મારું જીવન છો...

સદાય કરાવી જાય છે એ એહસાસ...

આ જ છે મારા સાચા દિલની લાગણી...

છે લાગણી શબ્દ ખૂબ જ નાનો...

છતાં આ જ શબ્દ કહી જાય છે ઘણું...

મારા દિલની સાચી એક વાત કહું તમને...

તમારી મારી પ્રત્યેની સાચી લાગણી એ...

મારા દિલ સુધીનો રસ્તો માપી લીધો છે...

પોતાના લાગે ને...

ત્યાં જ લાગણી ઉપસી આવે છે...

સાચે, રાત્રે મે તો તમને સાચા દિલની...

લાગણીઓથી યાદ કર્યા ને...

તમે આવ્યા મધરાત્રે એક સપનું બનીને...

તમે જ છો મારું જીવન...

મારા સદાય હૈયે વસેલા મારા મનમિત...


" ભૂમિ ડોડીયા "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ