વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારા માટે

હેમા આજે સવારથી દોડાદોડ કરીને સઘળી તૈયારી કરવામાં લાગી હતી કારણકે આજે હેમંતના દોસ્ત આવવાના હતા જમવા માટે એટલે હેમા નાસ્તા અને ભોજનની તૈયારી સાથે ઘરનાં બાકીના સભ્યોનો પણ સમય સાચવવા સવારથી દોડી રહી છે.
            હેમાને સવારથી લઈને સાંજના સાત વાગવા આવ્યા પણ પગ વાળીને બેસવાનો સમય નથી મળ્યો છતાં હેમા ખુશી ખુશી સઘળી જવાબદારી નિભાવી રહી છે.આમ કરતાં હેમંત અને
તેના દોસ્તોને આવવાનો સમય થયો છે અને કામ પણ પતી ગયું છે એટલે હેમા થોડી વાર ટીવી ચાલુ કરીને બેઠી છે.ટીવી જોતાં જોતાં હેમાની આંખ ક્યારે લાગી ગઈ તેની હેમાને પણ ખબર નથી.
           ત્યાંજ હેમંત આવે છે અને જુએ છે તો આખું ઘર સુવ્યવસ્થિત છે અને સઘળી તૈયારી પણ થઈ ગઈ છે એટલે હેમંત તૈયારી જોઈને સમજી જાય છે કે આજે હેમા ખૂબ થાકી ગ‌ઈ છે એટલે હેમંત અવાજ કર્યા વિના જ બહાર નીકળી જાય છે અને દોસ્તો આવે તે પહેલાં હેમા માટે સરસ સાડી
લ‌ઈ આવે છે.
            સાડી લ‌ઈને હેમંત આવે છે ત્યારે હેમા ઉઠી ગ‌ઈ છે અને તૈયાર થ‌ઈ રહી છે ત્યારે હેમંત તેને સાડી ભેટ આપે છે અને કહે છે આજે આ સાડી પહેરજે ખૂબ સુંદર લાગીશ.હેમા કહે છે પણ આની
શું જરૂર હતી?
            હેમંત હેમાને કહે છે જો તું મારા માટે આટલું બધું કરતી હોય તો શું હું તારા માટે એક નાનકડી ભેટ ના લાવી શકું ‌, ત્યારે હેમા પણ હેમંતને
કહે છે હું પણ તારા માટે જ તો કરું છું.આમ બંને પતિ પત્ની એકબીજાને આલિંગન કરતાં દોસ્તોનું સ્વાગત કરવા તૈયાર થઈ જાય છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ