વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારો પરિવાર



                   " મારો પરિવાર " 


શું લખવું મારે મારા પરિવાર વિશે ?...

જ્યાંથી મળતી હોય છે...

જીવવાની સદાય ખુશીઓ...

એ સ્થાન છે મારો પરિવાર...

આપણને હસતા, રડતા...

રડીને છાના રાખતા, હિંમત આપતા...

અને શીખવે છે સંવેદનશીલ બનાવતા...

આપણાં ભારત દેશમાં છે...

અનેરું મહત્વ પરિવારનું કે જ્યાં...

ઓળખાય છે વ્યક્તિ પરિવારથી...

તેની ખાનદાની, આબરૂ...

પરિવાર થકી ઝળહળી ઉઠે છે...

પરિવારની કીમત પદ, પ્રતિષ્ઠા...

તથા પૈસાથી પણ સવિશેષ છે...

માટે " ભુમિ " કહે છે કે...

જ્યાં સપનાઓ બધા થાય સાકાર...

એવું રળિયામણું સ્થાન એટલે મારો પરિવાર...


" ભુમિ ડોડીયા "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ