વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમુદ્રના રસ્તે

     અજય એકલોજ છે એટલે નોકરીથી છૂટીને ઘરે જવાના બદલે રોજ સમુદ્ર કિનારે બેસે છે.સમુદ્ર કિનારે ઉઠતી લહેરો અને સમુદ્રના મોજાંનો ખળભળાટ શાંત ચિત્તે બેસીને જોયા કરે છે પરંતુ ખબર નહીં કેમ આજે અંદરથી વિહવળ બનેલું મન એને શાંતિથી બેસવા દેતું નથી ‌.
          અજય વ્યાકુળ મનથી ઊભો થ‌ઈને સમુદ્રનાં કિનારે આગળ ચાલવા લાગે છે.એકદમ સૂર્યાસ્ત થ‌ઈ ગયો છે સંધ્યાની લાલીમા પણ ખૂબ સુંદર છવાઈ છે પરંતુ આજે અજયને આ કાંઈ જ જોવાંમા રસ નથી એતો બસ વ્યાકુળતા સાથે ચાલતા ચાલતા ઘણો આગળ નીકળી ગયો છે.
             ત્યાંજ એની નજર તેની આગળ ચાલી રહેલી યુવતી પર પડે છે.પાછળથી જોતાં પણ યુવતીની સુંદરતાનો ખ્યાલ આવે છે.હવામા ખુલ્લા લહેરાતા વાળ અને નાજુક નમણી યુવતીને આમ એકલી અટૂલી સંધ્યા સમયે આટલે દૂર જોઈને અજય પણ બે ઘડી વિચાર કરે છે કે કોણ હશે અને આમ આટલે દૂર એકલી ક્યાં ચાલી જતી હશે.
          અજય પોતાની વ્યાકુળતા ભૂલીને ઝડપી ચાલે યુવતી પાસે પહોંચી જાય છે અને વાત કરવાનો પ્રયત્ન કરે છે.શરૂમા તો યુવતી ડરી જાય છે પરંતુ અજય તેને વિશ્વાસ અપાવે છે અને જાણવાનો પ્રયત્ન કરે છે કે સૂર્યાસ્ત પણ ક્યારનો થઈ ગયો છે અને હવે તો રાત્રીનું અંધારૂં જામવા લાગ્યું છે.ત્યારે આટલે દૂર એકલી ક્યાં ચાલી જાય છે?
        અજયના પ્રેમભર્યા વર્તનથી યુવતીને અજય પર વિશ્વાસ બેસે છે એટલે એ યુવતી જણાવે છે કે મારૂં નામ આહના છે અને આ દુનિયામાં મારૂં કોઈ નથી.હુ એકલી જ છું.
         આ દુનિયા મતલબી છે સહુ કોઈ મને ભૂખ્યા વરુની માફક જોયા કરે છે અને મારૂ રૂપ જ મારૂં
સહુથી મોટું દુશ્મન હોય એમ લાગી રહ્યું છે એટલે હું
અહીં સમુદ્ર કિનારે આત્મહત્યા કરવા માટે આવી હતી પરંતુ મારો માંહ્યલો આમ કરવા માટે મને મંજુરી નથી આપી રહ્યો એટલે હું બસ આમ સમુદ્રના કિનારે ચાલી રહી હતી પણ તમે પણ આમ આટલા દૂર એકલા ક્યાં પહોંચી ગયા છો એ તમને પણ ખબર છે .
         અજય આહનાની વાત સાંભળીને હસવા લાગે છે અને કહે છે હું પણ તારી જેમ એકલો જ છું એટલે રોજ અહીં આવીને બેસું છું પરંતુ આજે મારૂં મન ખૂબ વ્યાકુળ હતું એટલે હું બેસવાના બદલે આમ ચાલી નીકળ્યો અને મને ખબર જ ન રહી કે હું
કેટલે દૂર સુધી આવી ગયો છું.
          આહના મારૂં ધ્યાન તારા પર ગયું ત્યારે મને ખ્યાલ આવ્યો.મારૂ નામ અજય છે શું તું મારી
દોસ્તી તને ગમશે તો ચાલ મારી સાથે આપણે બંને
દોસ્ત સાથે રહીશું.આમ પણ મારૂં ઘર ઘણું મોટું છે.
         આમ સમુદ્રના રસ્તે અજય અને આહના મળ્યા અને બંને વચ્ચે દોસ્તી થઈ અને બંને ખૂબ સારી રીતે દોસ્તી નિભાવતા સાથે રહેવા લાગ્યા.

સુલભા ઠક્કર.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ