વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું સાથ આપીશ

     નીયા અને વસંત કોલેજમાં સાથે જ ભણે છે અને બંને વચ્ચે ખૂબ સારી દોસ્તી છે.નીયા ભણવામાં હોશિયાર છે પણ એટલી જ ચંચળ અને રમતિયાળ પણ છે.કોલેજમા આવી પણ એની અલ્લડતા હજુ ગઈ નથી.
           નીયાની ચંચળતા વસંતને ખૂબ ગમે છે એટલે વસંત ધીરેધીરે નીયાને પ્રેમ કરવા લાગ્યો છે અને નીયાને પણ આ વાતની જાણ થાય છે પણ નીયા કાંઈ બોલતી નથી.એ તો બસ પોતાની મસ્તીમાં મસ્ત રહે છે અને વસંત ક્યારે પોતાના પ્રેમનો એકરાર કરે છે એની રાહ જુએ છે.
           વસંત જાણે છે કે જો હું અત્યારે આ બધામાં ધ્યાન આપીશ તો મારા કેરિયરને અસર પડશે એટલે એ ભણવા પર વધુ ધ્યાન આપી રહ્યો છે.આમ કરતાં કોલેજના ત્રણ વર્ષ પણ પૂરાં થયાં છતાં વસંત નીયાને પ્રેમનો એકરાર કરતો નથી,પણ હવે તો આગળ ભણવા માટે છૂટા પડવાનો સમય થયો એટલે વસંત નીયાને કહે છે આજે મારે તારૂ કામ છે એટલે તું છૂટીને રોકાજે.
         કોલેજ છૂટ્યા પછી વસંત નીયાને આખી કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે જમીન પર બેસીને નીયાને પોતાના પ્રેમનો એકરાર કરતાં જણાવે છે અને કહે છે નીયા તું જાણે છે મારે હજુ આગળ ભણીને કેરિયર બનાવવું છે પણ હું તને ખૂબ ચાહું છું તો શું તું મને સાથ આપીશ.
            આ સાંભળીને નીયા તો નાનાં બાળકની માફક કૂદકો મારીને કહે છે અરે પાગલ હું તો જન્મોજનમ તને સાથ આપવા તૈયાર છું.હુ તો ઘણા સમયથી આજ ઘડીનો ઈંતજાર કરતી હતી.
         જો આજે તે તારા પ્રેમનો એકરાર ન કર્યો હોત તો હું મારા પ્રેમનો એકરાર તારી પાસે કરવાની જ હતી.આમ બંને એકબીજાને સાથ આપવાનું વચન આપીને પોતાના ઘરે જાય છે.
         વસંત પણ નીયાની વાત સાંભળીને નિશ્વિત મને પોતાનું કેરિયર બનાવવામાં આગળ વધે છે.
સુલભા ઠક્કર.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ