વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સહુથી શ્રેષ્ઠ છે મહાન દેશ મારો

    ☀સહુથી શ્રેષ્ઠ જગમાં ભારત મારો ⛳

         ⛳  (યશોગાથા મા ભારતીની )

        ------------*===========*-------


જગમાં શ્રેષ્ઠ છે મહાન ભારત મારો 

                   અમે તેના રહેવાશી, 

રામ બિરાજે જયાં હદયે સહુના 

               જન્મે છે બહાદુર વીરો પ્રતાપી. 

જગમાં શ્રેષ્ઠ લાગે મહાન ભારત મારો 

              અમે તેના રહેવાશી,...ધ્રુવ પંક્તિ 

 

વાવ તળાવ સદા છલકાતાં 

                   લોકો અહિના સદા હરખાતા

પાડિયા કહે છે અહિના

              શહિદો કેરી અમર બલિદાનગાથા

શુરવિરોની ધન્ય ધરા ના

                  અમે છીએ રહેવાસી 

જગમાં શ્રેષ્ઠ છે  મહાન ભારત મારો......


ધન ધાન્ય છલકાવતી આ ધરતી

              વિર પુત્રોની છે ખાણ આ ધરતી

મસ્તક પડે પણ ધડે જ્યાં

               એ પુણ્યભુમીનાં અમે રહેવાસી 

જગમાં શ્રેષ્ઠ છે  મહાન ભારત મારો......



સાવજની સદા અહી દહાડ સંભળાતી

              સરસ્વતી મધુર સુર સંભળાવતી

છલકતુ શૌર્ય ને હરખતા હૈયા

           એવા તપોભુમીના અમે રહેવાસી.

જગમાં શ્રેષ્ઠ છે મહાન ભારત મારો 

                   અમે તેના રહેવાશી,... 


રામ બિરાજે જયાં હદયે સહુના 

               જન્મે છે બહાદુર વીરો પ્રતાપી. 




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ