વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભૃગુ સાહસ

                       બપોર નો એક વાગ્યો હતો, છતાં લાગતું ન હતું કે બપોર છે. એકદમ ઠંડુ ગાર વાતાવરણ અને વાદળી આકાશ વચ્ચે લાલ ટમાટર જેવા ગાલ વાળો ધ્રૂજતો દેવાંશ. તૂટ્યું વાળી ને હેબતાઈ ગયેલો તે,  ભુખ થી ટળવળતો હતો. આંખો પોહળી કરી ને આસપાસ છવાયેલા બરફાચ્છાદિત પર્વતો કોઈ ધોળી રૂ ની ચાદર જેવા લગતા હતા. ક્યાય કોઈ માનવ વસાહત કે જીવ જંતુ નું નામું નિશાન નહિ. બસ...... બરફ....... બરફ અને બરફ. સફેદ પાણીયારા સમા વાદળો બરફ ને મળતા દેખાય અને દૂર દૂર સુધી બસ બરફ જ. વધારા માં થોડા થોડા અંતરે હિમવર્ષા.

                       દેવાંશ મિત્રો સાથે હિમાચલ પ્રદેશ ફરવા ગયો હતો અને 5 મિત્રો એ સાથે ભૃગુ તળાવ સર કરવાનું નક્કી કર્યું હતું. 4300 મીટર ઊંચાઈ  નું ચઢાણ હતું જે દેવાંશ નું પ્રથમ સાહસ હતું.

                      લગભગ આ રીતે બેઠા આઠેક કલાક થયાં હશે. ગળુ સુકાઈ ગયું હતું અને ઠંડી થી તમ્મર ચડતી હતી. પાછળ લગાડેલી કેરી  બેગ કાઢી ને પાણી ની બોલ્ટ કાઢી, મોઢું ભીનું થાય એટલું પાણી પીધું. મોબાઇલ ફોન કાઢી ને સમય જોયો. ફોન ની ગેલેરી માં ફોટા જોવાનુ શરુ કર્યું. મમ્મી, પાપા, મિત્રો, રીના, શ્વેતા,  ફ્રેશર્સ પાર્ટી થી કોન્વોકેશન સુધી ના ફોટા જોવાતા ગયા . રીના સાથે કરેલી ભૂલો, એને આપેલી ગાળો,  કરેલું ચુંબન, મિત્રો સાથે વિતાવેલી રાતો, રોનક અને વિશાલ, જે બંને આગળ ચાલ્યા ગયા હતા અને બંને માંથી કોઈ પણ આ રસ્તે પાછું  શોધવા આવ્યું નહતું.  રોનક ને પરીક્ષા માં પાસ કરાવવા માટે પોતે ચોરી કરાવી ને પોતે પકડાઈ ને બેકલોગ લીધેલી. વિશાલ ને ઉધારી આપી આપી ને કોમલ સાથે દોસ્તી કરાવેલી.ઘરે માં ના હાથ નું જમવાનું, પાપા ની શિખામણો,  બધું જ સ્મૃતિ પટ્ટ પર ફેરવાતું જતું હતું. અચાનક ફોનમાં બેટરી સફેદ થી લાલ બદલાઈ  ગઈ અને દેવાંશની ગભરામણ વધી. ફોનને સ્વિચ ઑફ કરી ને બેગ માં નાખ્યો.ખાલી નાસ્તાનો ડબ્બો ખખડાવી, નિસાસો નાખી અંદર મુક્યો. ખિસ્સા માંથી ચવિન્ગમ કાઢી ને ચાવવા મંડી. હવે પડેલી એક ચવિન્ગમ સોના ની વસ્તુ ની જેમ સાચવીને રાખી દીધી.

                      વ્યક્તિ ને  એકલતા ઘણું શીખવી જાય છે.ફોન, ઈન્ટરનેટ, મિત્ર,કુટુંબ, ઘર, એક પણ જીવ વગર બસ હું અને મારું મન. જીવન માં પેહલી વખત દેવાંશએ સ્વ સાથે સંવાદ ચાલુ કર્યો. સૌથી પેહલા તો તેને  કરેલી ભૂલો, આડોડાઈ, દેવાંશ ની છિછોરી મસ્તીઓ એક પછી એક યાદ આવવા લાગી. જીવન માં પ્રથમ વખત દેવાંશ ને  તેના સ્વભાવ થી કોઈ ને ભાવનાત્મક નુકસાન થયું હોઈ તો તેનું ચિંતન થયું. મનોમન માફી માંગી. ડર, યાદ અને બરફ. સમય કાપતો જતો હતો. મોબાઈલ ની ઘડિયાળ કેહતી હતી કે સાંજ તરફ સમય ઢળે છે. પોતે હારેલી શરત અને ભૃગુ ચડવાનું કરેલું સાહસ.દેવાંશ વિચારતો હતો કે શા માટે તેણે  આ સાહસ ખેડ્યું?

                   વ્યક્તિ તેના ખરાબ સમય માં તટસ્થ થઈ ને વિચારી શકે છે. ચડતી ના સમય માં વ્યક્તિઓ નો ખ્યાલ આવતો નહિ અને પોતાની પડતી ના સમય માં નિષેધાત્મક વિચારો. કદાચ આત્મા ચિંતન એવી પ્રક્રિયા છે,  જે જીવન માં તટસ્થ રહેતા શીખવે છે. સ્થિત પ્રજ્ઞ એવી આવસ્થા છે,  જેમાં આવેશ કે ઉદ્વેગ નથી.  જીવન માં પ્રતિકૂળ સંજોગો આ વાત શીખવે છે. બળવાન સમય માં નબળા વ્યક્તિઓ સાથે કરેલો વ્યવહાર એ પોતાના નબળા સમય માં તેટલો જ પોતાને લાચાર બનાવે છે. કર્મ નો સિદ્ધાંત કહે છે કે સિંહ આકારણ હરણ ને મારે તો હરણ ને પછી ના જન્મ માં સિંહ ને મારવાની પૂરતી તકો મળે છે. વિકારો જેમકે ગુસ્સો, નફરત વગેરે આપણા થી નબળી વ્યક્તિ પર જ ઠલવાઇ છે.

                        ધીરે ધીરે ધોળા બરફ પર થી કિરણો નીકળી ને અંધાર પટ્ટ છવાઈ ગયો. ધોળો બરફ કાળા ડિબાંગ અંધારા માં ફેરવાઈ ગયો. બીજી ચવિન્ગમ ચાવતી ગઈ અને મોઢું સુકાતું ગયું. ધીરે ધીરે આંખો ના અંધારા અને  બહાર ના અંધારા માં ફરક ના રહ્યો.રાત આવતી ગઈ. મોઢું સુકાતું રહ્યું.રાત ઘાટી  થતી ગઈ....

                      સવારે  જ્યારે દેવાંશ ઉઠ્યો ત્યારે  ડૉક્ટર અને નર્સ પાસે ઉભા રહી ને તેનું BP માપતા હતા. દેવાંશ તેનો એક પગ ગુમાવી ચુક્યો હતો. મિત્રો ઓરડી ની બહાર ઉભા હતા રાત્રે તે ભાન ગુમાવી ને પથ્થર પર થી ગબડી ને એક ઝાડ સાથે ટકરાયો હતો. તેનો પગ ગંભીર રીતે ઇજા પામ્યો હતો અને ડૉક્ટર ના મત મુજબ તે પેહલા ની જેમ કામ કરવા સક્ષમ ન હતો .

                        ઈશ્વર  હંમેશા બધી વસ્તુઓ એક સમયે નથી  આપતો. શરીર, સમય, આરોગ્ય અને સમજ . એક આવે અને એક જાય. સમજ આવે તો શરીર કામ ના કરે. શરીર વૃદ્ધ થઈ જાય . શરીર કામ કરે ત્યારે સમજ ના આવે. જુવાની ના જુસ્સા માં ના કરવાનાં કામો થઈ જાય. બસ ચડતી પડતી અને જીવન ની ગતિ ચાલ્યા રાખે. દિવસ પછી રાત અને પાછો દિવસ. સુખ દુઃખ અને જીવન ની ગહન ગતિ.......

         

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ