વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ શક્ય છે?


એ શક્ય છે, હું સવારે ઉઠું અને તને યાદ ના કરું


તને ભૂલીને જીવવું પડે, એવી સવાર કદી ના આવે.


ખબર છે કોઈની જુદાઈમાં કોઈ મરી નથી જતું,


મરી મરીને જીવવાનું તું હોય આ દુનિયામાં અને શક્ય છે


વચન આપ આ દિલ ક્યારેય કોઈ બીજા માટે નહીં ધડકે

જો ધડકવા લાગે તો ગુનો આપણા બેનો, એકનો નહીં


જો તું જ ફરી ગયો ઈશ્વર આ દુનિયામાં પ્રેમ નહીં રહે


નિર્જીવ કઠપૂતળીઓ વચ્ચે પુજાવાનું સાચે તને ફાવશે


એ શક્ય છે, હું યાદ કરું અને તને અનુભવાય નહીં


વાદળ ભલે લાગે સાવ કોરું ધાકોર, ભેજ હોય ભિંતર


જ્યાં સુધી ચાલી રહ્યા છે મારા શ્વાસ તું મને ચાહે છે


હવા વિના જીવાય થોડી મિનિટ, આશા વગર શક્ય છે




- નિયતી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ