વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધ્રાસકો

      વીણાબેનની દીકરી દિવ્યા હોસ્ટેલમાં રહેતી હતી. નાનપણથી જ બાપની છત્રછાયા ગુમાવનાર દિવ્યાને એકલા હાથે ઉછેરવામાં વીણાબેને કોઈ કચાશ નહોતી રાખી. આજે દિવ્યા મેડિકલ કોલેજમાં છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. વીણાબેન ગૃહઉદ્યોગનાં કામ કરી એની ફી ભરતાં હતાં. 
      એક રાત્રે અચાનક કોઈ જોરજોરથી બારણું ખટખટાવી રહ્યું હતું. વીણાબેન એકદમ જાગીને વિચારવા લાગ્યાં કે, "આટલી મોડી રાત્રે કોણ હશે..?" ઊભા થઈને બારણું ખોલ્યું ને જોયું તો વિખરાયેલા વાળ, ડરેલી આંખો અને ચૂંથાઈ ગયેલાં કપડાંમાં દિવ્યાને જોઈ વીણાબેનના પેટમાં ધ્રાસકો પડયો...
    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ