વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ જ ઘર છે

એકધારી   ફૂલની   કેવી    નજર છે.

એમ લાગે કે ગઝલનુ  એ જ ઘર છે.


શબ્દ બોલે તોય સંભળાશે નહી જો,

પાનખરની ભીતરે એવી અસર છે.


સાથ છોડીને તમે ચાલ્યા ગયા છો,

ત્યારથી મંઝિલ બધી બેખબર છે.


હુ મને શોધી ભલે થાકી ગયો છું, 

એકધારી ચાલતી મારી સફર છે.


રાત પડતાં જીવતી લાશો બને છે 

ફૂટપાથો એમ લાગે કે કબર છે. 


© કલ્પેશ સોલંકી- કલ્પ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ