વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પપ્પાની એ દીકરી



               " પપ્પાની એ દીકરી " 


લક્ષ્મી હંમેશા ઘરમાં લાવે છે ખુશીઓ...

પછી ભલે તે દીકરી હોય કે વહુ...

પપ્પાને સ્મિતનું કારણ એ દીકરી...

ઝાકમઝોળ બીજી તો શું જોઈએ પપ્પાને...

પપ્પાને એના કલારાવનો...

શાહી લીબાસ એ દીકરી...

અંધારાની શું ઓકાત...

કે ડારી શકે તેને...

બે બે કુળને ઉજાળતો ઉજાસ એ દીકરી...

ખૂટશે જો હિંમત, તો જીલવા ઊભી હશે...

પપ્પાને મન ખુદથી...

પણ વધુ ખાસ એ દીકરી...

જગત આંખું...

જો ઝુંકી પડે સામેના પલડે...

એ મારી બાજુ જ હશે...

એ ખાસ જ મારી વ્હાલી એ દીકરી...

દીકરી એટલે શ્રુતિનો શણગાર...

અવનીનું અલંકાર, પૃથ્વીનું પાનેતર...

ઝાલારનો ઝંકાર અને...

પપ્પાના આંસુ લૂછતી એ જ એ દીકરી...


" ભુમિ ડોડીયા "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ