વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રારબ્ધ

        રિયા માબાપની એક લાડકી દીકરી હતી. નાનપણથી એનાં દરેક શોખ પૂરાં થઈ જતાં, પણ એનામાં એક ખામી કે  કામમાં ખૂબ આળસુ, પોતાનું કામ હોય તોપણ મનમાં વિચારે કે બધું પ્રારબ્ધ પર છોડી દેવાનું. આજે એનું 12માનું રિઝલ્ટ હતું ને રિયા 81% સાથે પાસ થઈ હતી. હવેતો એના પગ જમીન પર નહોતા કેમકે આજે એનું નસીબ કામ કરી ગયું હતું.

       રિયાને આગળ ભણવાની ઈચ્છા નહોતી પણ માબાપના કારણે એણે કોલેજમાં એડમિશન લીધું. સમય જતાં એને ભણવા કરતાં વધારે એના શોખ અને છોકરાઓમાં રસ પડવા લાગ્યો. રિયા એક અમીર ઘરના મનનને પ્રેમ કરતી હતી પણ મનન કોઈપણ છોકરીને ભાવ આપતો નહીં. રિયાને થયું કે નસીબમાં હશે તો મને મળશે આમેય આમાં ક્યાં મહેનતની જરૂર છે, આજસુધી મારું પ્રારબ્ધ આગળ આવ્યું જ છે તો આમાં પણ આવશે. જોતજોતામાં કોલેજ પૂરી થઈ ગઈ. રિયા અને મનન પોતપોતાના રસ્તે નીકળી ગયાં. રિયા હવે લગ્નલાયક થઈ ગઈ ને માબાપની ચિંતા શરૂ થઈ. એક દિવસ અચાનક અજાણ્યો ફોન આવ્યો કે," અમારો દીકરો અને રિયા એકબીજાને પ્રેમ કરે છે તો આજે અમે વાત કરવા આવીએ છીએ." રિયાના પપ્પાએ એને વાત કરી તો એ નવાઈ પામી કે એણે તો મનનને પ્રેમ કર્યો હતો તો આ કોણ હશે.! 

        સાંજ પડી ને ડોરબેલ વાગી. રિયાએ બારણું ખોલ્યું ને જોયું તો સામે મનન એના માબાપ સાથે આવ્યો હતો. રિયા જોઈને ચોંકી ગઈ ને બીજીબાજુ ખુશ પણ થઈ.ઘરમાં બધાની વાતચીત થઈ. રિયા અને મનન વાત કરવા ગયા. રિયાને સમજાતું નહોતું કે શું વાત કરવી ? આખરે મનને વાતની શરૂઆત કરી," જો રિયા હું આમતેમ વાત નહીં કરું મને પહેલેથી ખબર છે કે તું મને ખુબજ પ્રેમ કરે છે પણ હું પૂજાને પ્રેમ કરતો હતો. પણ એ મને છોડીને જતી રહી એટલે મને તારા પ્રેમનો અહેસાસ થયો કે સાચો પ્રેમ શું છે, હું તારી સાથે લગ્ન કરવા માગું છું રિયા જવાબ કાલે આપજે હું રાહ જોઈશ." ને મનન જતો રહ્યો.

      બીજાં દિવસે રિયાએ પપ્પાને લગ્ન માટે ચોખ્ખી ના પાડી. પપ્પાએ કારણ પૂછ્યું તો એણે કહ્યું," મને એની સાથે પ્રેમ હતો પણ એણે મારા પ્રેમને અને મારા સ્વમાનને ઠેસ પહોંચાડી છે, આજે મને સમજાયું કે આપણું નસીબ ભલે કામ કરે પણ દરેક વખતે એ આપણા સારા માટે ના પણ હોઈ શકે એટલે હું એની સાથે લગ્ન નહીં કરું." રિયાના પપ્પાને આજે દીકરી પર ગર્વ થયો..




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ