વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મૌન પ્રીતનો નીખર્યો રંગ

          મૌન પ્રીતનો નિખર્યો રંગ 

       "꧁༒ •••° °•••༒꧂  


              -- કોલેજમાં મોહિની સ્વરૂપ  મનાતી સુંદર સ્વરાના નિખાલસ સ્વભાવનાં કારણે થોડાં યુવકો પણ મિત્ર બન્યાં હતાં પણ આજકાલના નવયુવાનિયાઓ જુવાનીનાં જોશમાં ભાન  ભુલી ઘણીવાર સ્વરાના રૂપ પાછળ ગાંડા થઈને મિત્રતાને પ્રેમનું સ્વરૂપ આપવાની કોશિશ કરતાં ત્યારે સ્વરાને યુવકો તરફ નફરત થતી.


             આવાં વાતાવરણમાં પણ એક રણવીર નામનો યુવક એવો હતો જે સ્વરા સામે જોતાં પણ શરમાતો અને સ્વરા અવળું જોતી હોય ત્યારે જ ભાગ્યે સ્વરાને નિહાળી લેતો. સ્વરની સહેલીઓ અને યુવક મિત્રો રણવીર પર ઘણીવાર હસતાં પણ હતાં. આ રણવીર જાણે સ્વરાને તેનાં સ્વભાવને જાણતો હોય તેમ ઘણીવાર મદદરૂપ થતો.


         એકવાર સ્વરા થોડી બીમાર હતી પણ કોઈને ખબર ન પડે તેમ હસતી રહી હતી. રીસેસ બાદ રણવીરે સ્વરાને પૂછ્યું,

    "સ્વરા કાંઈ તકલિફ છે ?"


સ્વરાએ નવાઈ પામતાં તેની સામે જોયું તો રણવીરે નીચું જોઈને તેની સામે માથાનો દુખાવો મટાડવાની ગોળી ધરી દીધી. 


    "અરે તને કેવી રીતે ખબર પડી કે મને માથું દુખે છે.?" સ્વરાએ જેવી હાથમાંથી ગોળી લીધી કે તરત જ રણવીર મસ્ત સ્મિત સાથે બોલ્યાં વગર ચાલતો થયો.


         એકવાર કોઈ છોકરો સ્વરાના ટૂંકા વસ્ત્રોવાળા ફોટો એડિટિંગ કરી વેબ પર મૂકતો હોવાની વાત રણવીરને મળતાં તેને શોધીને ધમકાવીને લાવીને સ્વરની માફી મગાવડાવી અને રણવીરે ગુસ્સામાં સ્વરાને સલાહ આપી દીધી હતી કે,

   "ખુબ વિચારીને પોતાનાં ફોટો મૂકવાં જૉઈએ  આવાં લોકો દુરુપીયોગ કરી શકે અને બદનામી  પણ થઈ શકે છે."


           સ્વરાને રણવીર પ્રત્યે માન હતું પણ રણવીર ખુબ જ ઓછું બોલતો હતો. સ્વરાને ખુશ જોઈ લે તો મૌનમાં જ મલકતો સ્વરાને દેખાતો હતો. સ્વરા તેને બોલાવે તો પણ તે નીચું જોઈને ટૂંકમાં જવાબ આપી દેતો હતો.


એકવાર રણવીરને જોઈ સ્વરની સહેલીએ સ્વરા તરફ જોઈ  ગીત ગાયું.

"છૂપાના ભી નહીં અતા જતાના ભી નહીં અતા

હમે તુમસે મહુબત હે બતાના ભી તો હમે નહીં અતા "


            સ્વરાએ મજાક કરતી સહેલીને કહ્યું,

  "એય ચૂપ એ રણવીર એવો છોકરો નથી. એવી નજરથી જોતો પણ નથી."


    "હા તું કેમ એનું બહુ ઉપરાણું લે છે સ્વરા.?  ચોરી છુપીથી પણ એ તને જોઈ તો લે જ છે. આજ એટલે ગીત યાદ આવ્યું." સ્વરાની બહેનપણીને આવું બોલતા રણવીર સાંભળી ગયો અને રીસમાં પગ પછાડતો દુર કોલેજના બગીચામાં જોઈ ન શકાય તેમ ઝાડની ઓથે જઈને બેસી ગયો હતો.


           આખરી વર્ષના છ મહિના સુધી તે સ્વરાથી ખુબ જ દુર રહેવા લાગ્યો. સ્વરાનુ હ્નદયને  અજાણતાં જ આ વાત ન ગમતી હોય તેમ વ્યાકુળ બનવાં લાગી. પેલી સહેલીનો જ વાંક કાઢવાં લાગી. પરીક્ષાના સમયે દુર અવળો ફરી બેઠેલાં રણવીરના દેખાતાં હાથપગની હલચલ પર નજ઼ર રાખતી હોય તેમ સ્વરા બેસીને રોજ જોતી રહેતી.


         પેપર પુરા થતાં જ વેકેશનમાં સ્વરાના માતાપિતાએ કહ્યું,

   "બેટા તારાં માટે એક બે મુરતિયા ધ્યાનમાં છે. જો તને કોઈ પસંદ હોય તો પણ કહેજે. અમારે તો હવે તારાં લગ્ન કરાવવાની ઉતાવળ છે."


        સ્વરાને મુરતિયો નામ પડતાં જ રણવીર યાદ આવ્યો. તે બોલી,

   "પિતાજી પરીક્ષાનું પરિણામ આવે પછી હું આ બાબતે આપને ચોક્કસ જણાવીશ."


            પરિણામનાં દિવસે સ્વરાએ ક્લાસમાં  સહુથી પહેલાં નંબરે રણવીરનું નામ જોતાં જ તે ખુબ ખુશ થઈ ગઈ. એટલામાંજ ભીડમાં તેની બાજુમાંથી નીકળતો રણવીર દેખાતાં જ તે રણવીરનો હાથ પકડીને બોલી,

     "ખુબ અભિનંદન રણવીર...!  હવે પેંડા નજીક આવીને ખવડાવજે "


     ખુબ જ ભીતર હરખ પામ્યો હોય તેમ રણવીર પહેલાં તો મલકાઈ ગયો પણ ફરી પાછો જેમ વીરપુરુષ પોતાની તમામ ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવે તેમ ધીર ગંભીર થઈને 'સારું ' કહીને ચાલતો થયો.


         રણવીરને મૌનમાં મલકતો જોઈને પણ સ્વરા છલકાઈ ગઈ અને ખુશીથી પોતે પણ સારા માર્કસે પાસ થયાનું જાણી પોતાની સહેલીઓ સાથે બેઠી હતી ત્યારે રણવીર પેડાનું મોટું બોક્સ લઇને આવીને સ્વરાના હાથમાં આપીને હસી રહેલી સહેલીઓ તરફ જોઈ હાથ જોડી બોલ્યો,

     "માફ કરજો સ્વરાએ કહ્યું હતું એટલે પેંડા આપવા આવ્યો છું. હવે હું સ્વરાની આસપાસ   કદીય નહીં દેખાઉં બસ. તમે સ્વરાની બદનામી થાય તેવી મજાક ન કરતાં."


   સ્વરાની સહેલી બોલી, "સોરી રણવીર અમે તને દુઃખી કરવાં નહોતા માગતાં અને સ્વરાને બદનામ કરવાંની ભાવના પણ અમારી નહોતી.  માત્ર મજાક કરતાં હતાં."


          સ્વરા બોલી, "રણવીર તું ચિંતા ન કર આ બધીને બોલવાની ટેવ જ છે. હું તારાં પર ખુબ ભરોસો કરું છું."


    "પણ હું ભવિષ્યમાં પણ તારી બદનામી થાય તેવો કોઈ જ મોકો કોઈને આપીશ નહીં."

કહીને રણવીર ગંભીર બનીને ચાલતો થયો તેનાં પગલાં જેમ દુર જતાં હતાં તેમ તેમ સ્વરાના હ્નદયના ધબકારાં વધતાં જતાં હતાં. આ જોઈને એક સહેલી બોલી,

    "ઓય સારા ડાર્લિંગ તું તો પ્રેમમાં પડી જ ગઈ હોય તેવુ લાગે છે."


'એય ચાંપલી ચૂપ..!" કહીને બધીને ચૂપ કરી પણ પોતાનાં ધબકારાં અને બેચેનીને ડરાવીને શાંત કરી શકી નહીં. 

          રણવીર દુર બગીચામાં ઝાડની ઓથે રોજની જેમ અવળો ફરીને બેઠો હતો. 


થોડીવારમાં બધી સહેલીઓ પાસેથી છટકીને સ્વરા ઘર તરફ જવાનો વિચાર કરી રહી હતી પણ તેનું હ્નદય,મન રણવીર તરફ ખેંચાણ કરી રહ્યુ હતું. આંખ બંધ કરીને સ્વરાએ થોડીવાર મનમાં વિચાર કર્યોં પછી સીધી જ દોડતી જઈને બેઠેલાં રણવીરની આંખો પર પાછળ જઈને બે હાથ મૂકી આંખો બંધ કરી દીધી.


    "સ્વરા છોડ કોઈ જોઈ જાશે તો તારી બદનામી થાશે પ્લીઝ છોડ." રણવીર ધીરેથી બોલ્યો.

    "ભલે થતી બદનામી તને શું વાંધો છે એ કહે પહેલાં મને.?" સ્વરા આંખો વઘુ દબાવી રહી હતી. 

"એ વાત હું તને કહી શકું તેમ નથી."


  આ સાંભળી સ્વરા બોલી, 

"ઓહો તો મારાથી પણ તું કાંઈક છુપાવે છે એમને. શું વાત છે બોલ જલદી.?"


  રણવીર છૂટવા મથતા બોલ્યો,

   "હું બોલું ને તને કદાચ પણ  દુઃખ થાય તેનાં કરતાં હું આજીવન મોન રહેવાનું પસંદ કરીશ."

      સ્વરા બોલી સાચું બોલ રણવીર તને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે ને.?" સ્વરની વાત સાંભળીને ચમક્યો હોય તેમ રણવીર બોલ્યો, 

    "અરે મને જ હમણાં ખબર પડી પણ સ્વરા તને કેવી રીતે ખબર પડી." સ્વરા હસીને બોલી,

    "તું મારા મનની વાત જાણી શકે તો શું હું ન જાણી શકું.? જો તારી પ્રેમિકાને પણ શોધીને લાવી છું."   સ્વરની વાત સાંભળતાં જ રણવીર ભડક્યો,

  "પાગલ થઈ ગઈ છે તું.? તું એવું વિચારી જ કેવી રીતે શકે કે તું પકડીને લાવે તેની જોડે મને પ્રેમ હોય.?"


     સ્વરા મજાકમાં આંખોથી હાથ હટાવતાં  બોલી,  "હવે લાવી દીધી ખોલ આંખ ને શોધી લે તારી પ્રેમિકાને એટલે તું ખુશ અને હું પણ તને ખુશ જોઈને ખુશ."

     રણવીર હવે તો સ્વરાએ હાથ હટાવી લીધો તો પણ આંખો ખોલવા માગતો ન હોય તેમ બોલ્યો,

    "સ્વરા પ્લીઝ જે હોય તેને પાછી મોકલી દે હું તને હાથ જોડું છું. તારી ગેરસમજ થઈ હશે."

    સ્વરા બોલી, "હવે છાનોમાનો આંખો ખોલીને શોધીને કહે કે તને પસંદ છે કે નહીં.? જો ના પસંદ હોય તો તે પછી ચાલી જાશે. તને કાંઈ ખાઈ નહીં જાય."

    થોડીવાર બાદ રણવીરે ડરતાં ડરતાં આંખો ખોલી અને ધીરે ધીરે આજુબાજુ જોવા લાગ્યો. બધે જ નજ઼ર ફેરવી કોઈ ન દેખાતાં ખુશ થઈને બોલ્યો, 

"'હાશ જતી રહી બચી ગયો....! મને કોઈ ગમતી જ નહીં."

   "પાગલ જતી નહીં રહી સામે જ ઉભી છે ડોળા ફાડીને જો જરા."

    "સ્વરા તું પોતે.?" સ્વરાને મોહિની રૂપમાં મસ્ત અંદાજમાં સામે ઉભેલી જોઈ નવાઈ પામતાં બોલ્યો.

  "નથી ગમતી ને.? સારું તો કોઈ મારાથી સારી મળશે તેવી શુભેચ્છા. ખુશ રહે જા." કહીને મોઢું મચકોડી સ્વરા ચાલી ધીમે પગલે મનમોહક અંદાજે ને  લચકતી ચાલે.

       ઘડીભર ભાન ભુલાવી ચૂપ થઈ ગયેલાં રણવીરના હ્નદયના ધબકારાં પણ સ્વરાના પગલાં જેમ દુર જતાં હતાં તેમ વધતાં જતાં હતાં. રણવીર મક્કમ વિચાર કરીને દોડ્યો અને સ્વરાની આગળ જઈને ઘૂંટણીએ પડીને આંખોમાં હરખનાં આંસુ સાથે બોલ્યો,

     "સોરી ભૂલ થઈ ગઈ. તારાં સિવાય કોઈ નથી ગમતી ઍમ કહેવા માગતો હતો પણ તું ક્યાંક મને નાં પાડીને મારી આવી પ્રપોઝથી કદાચ પણ તારાં હ્નદયને દુઃખ થાય તો એ હું સહન ન કરી શકું એવાં વિચારથી તને કહેતાં ડરતો હતો.

   "સ્વરા પણ તેની સામે ઘૂંટણીએ પડીને રણવીરની દાઢીએ હાથ લગાવી ઝુકેલી આંખો પોતાની તરફ કરતાં બોલી,

    "મારી તો એકમાત્ર પસંદ તું જ હતો ને કાયમ રહેશે રણવીર. " 

  "મારી પણ એકમાત્ર પસંદ તું છે."

આશિકી હવે સાચો રંગ લાવી હૈયા છલકાવા લાગ્યાં બને તરફ પ્રેમથી. હૈયાના તાર જોડાયા  અને સાંસોની સરગમ એકસૂર બની ગયાં અને બને પ્રેમીઓ એકબીજામાં સમાઈ ગયાં. મધુર સુર સંભળાયો,

  "આશીકીમે હરિ આશિક હો જતાં હે મજબુર 

ઉસમેં દિલકા -2  ઉસમેં દિલ કા ક્યાં કસૂર "

             બંનેએ જોયું તો સ્વરની સહેલીઓ બંનેની મસ્ત આશીકીને તાળીઓના ગડગડાટથી વધાવી રહી હતી. સ્વરા અને રણવીર શરમાઈને ઊભાં થઈ ગયાં પણ હૈયા તો જનમો જન્મ માટે સદાય જોડાઈ ગયાં. મૌન પ્રીતનો રંગ નિખરી ગયો 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ