વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કબ્રસ્તાન

એ એક  ગરીબ સ્ત્રી હતી વિધવા હતી એને એક નાનું બાળક હતું મજૂરી કરવા માટે તૈયાર હતી પણ કોઈ કામ પણ આવતું નહોતું ક્યારેક કોઈના ઉટકી આપતી તો ક્યારેક કોઈના કપડા ધોઈ આપતી આમ દિવસો વીતતા હતા પેટનો ખાડો કોઈ દિવસ પૂરા તો તો મારી વરી વળી કોઈ દિવસ ભૂખ્યો પણ રહેવું પડતું આમ જિંદગી ગુજરાતી હતી નાના બાળકને સંભાળવાની જવાબદારી પણ હતી બીજું કોઈ હતું નહીં એટલે બાળકને કોને સોંપીને જાય કામ પર પણ એને લઈ જવું પડતું એટલે કોઈને હું ગમતું નહીં બિચારી એ કલા અબલા અને દુઃખી સ્ત્રી દુખના રોદણાં રોયાં વગર હિંમતથી જીવી જતી હતી

      ‌.       એક દિવસ ની વાત છે એને કોઈ કામ મળ્યું નહતું એક રૂપિયો પણ નહોતો ભૂખથી બાળક રડતું હતું પણ શું કરી શકાય? એની ભૂખ અન્ન વગર કેવી રીતે શાંત થઈ શકે? મા લાચાર હતી‌ દયા સાથે એને ક્રોધ પણ આવતો હતો રાતના અંધારામાં એ બાળકને ઊંચકીને ચાલતી જઈ રહી હતી ખુબ દુર ,ખુબ દુર રસ્તો ખૂટતો નહોતો પણ હવે એનાથી એક પણ ડગલું આગળ ચાલી શકાય તેવું નહોતું

એ બેસી ગઈ એ સ્મશાન ભૂમિ હતી આજે કોઈ મરી ગયું હતું અને એની  ધગધગતી ગરમ રાખ હજુ પણ ઠંડી પડી નહોતી નજીકમાં જ લોટના લૂઆ પિંડ તરીકે મુકેલા હતા પીંડ દાન તરીકે  એ બાઇએ લુઓ ઉઠાવ્યો એની રોટલી બનાવી અને એ મૃતકની અગ્નિમાં જ શેકી  પછી એ જ રોટલી પોતાના બાળકને ખવડાવી અને બીજી રોટલી પોતે ખાધી કેવી લાચારી કેવી મજબુરી પેટ ભરવા માટે ક્યારેક આવું પણ કરવું પડે કલ્પના પણ ના કરી શકાય શું વીતી હશે એના પર ? કબ્રસ્તાનની હે રાત્રી એના માટે કેટલી ભયજનક, વિષાદ પમાડે એવી હતી પેટ માટે કહેવત છે 'પેટ કરાવે વેઠ'

આજે તો પેટનો ખાડો પુરવા   સ્મશાન ની ભાખરી ખાવી પડી હતી એ કબ્રસ્તાનની અનોખી રાત્રી તેના જીવનનો પૂરો થતો એક દિવસ હતો

દિપાંજલી

દીપાબેન શિમ્પી ગુજરાત



  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ