વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગરવી ભાષા ગુજરાતી

ગરવી ભાષા ગુજરાતી


ભલેને જગ થાકે,આભે સુરજ પણ થાકે,

કદી ન થાકે અમારી માતૃભાષા ગુજરાતી!


ભલેને બાર બાર ગાઉં પર બોલી બદલાય,

છતાંયે હર લ્હેકે લ્હેકે મધમતતી ગુજરાતી!


ભલેને એક શબ્દના અરથ થાય છે અનેક,

હર બોલીએ વધુને વધુ મ્હેકતી ગુજરાતી!


ભલેને વસતા જગતના દરેક ખૂણા ખૂણામાં,

મળે જો ક્યાંય બે ગુજ્જુ બોલશે ગુજરાતી!


ભલેને માના હોઠે મીઠાં સાદે હાલરડે ગવાતી,

સ્નેહતણી સરવાણી છે માતૃભાષા ગુજરાતી!


ભલેને ભીતરેથી ઉઠતી પણ હૈયાની છે ભાષા,

કવિ કલમે કાગળે દોડતી મધમીઠી ગુજરાતી!


જયંતિલાલ વાઘેલા 'એકાંત'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ