વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું પણ જોકર બની જાવ..✍️,,

*શૉપિઝેન- ચિત્રસ્પર્ધા ક્રમાંક: ૯*


🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯


*લેખકનું નામ:* *પ્રશાંત એન. વાઘણી (પ્રવાઘ)- સુરત*


*વિભાગ:* *પદ્ય* માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયેલ છે.


*શીર્ષક:* *હું પણ જોકર બની જાવ*


વ્હાલને વલોવી,

અંતર મન ચકડોળી,

હૈયામાં હેત ધરી,

લાલ રંગ નાકે કરી,

ચાલ આજ હું પણ જોકર બની જાવ,


દુઃખ સઘળું ભૂલી,

હોઠ પર હાસ્ય રંગી,

કોમળતા હૃદયે ભરી,

રંગ બે રંગી કપડે સજી,

ચાલ આજ હું પણ જોકર બની જાવ,


સ્નેહમાં તરબોળ થઈ,

આંસુમાં હાસ્ય ભરી,

સ્વને આશિશ ધરી,

માથે વાળ રંગીન કરી,

ચાલ આજ હું પણ જોકર બની જાવ,


આંસુને ખુશીઓથી તોળી,

રંગોની રોજ ઉજવી હોળી,

જોલીમાં આનંદ ભરી,

ખુશીઓનો મેકઅપ કરી,

ચાલ આજ હું પણ જોકર બની જાવ,


દુઃખી હૃદયે સૌને હસાવી,

ખાલી પેટને રોજ તપાવી,

દુઃખોનું વિસર્જન કરી,

હોઠે સૌના સ્મિત ભરી,

ચાલ આજ હું પણ જોકર બની જાવ.


🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ