વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમેરિકન ફિક્શન

ઘણા સમય પછી એક સારી અને ચબરાક બ્લેક/ડાર્ક કૉમેડિ જોવા મળી. આ જોન્રામાં ઘણું કરીને થોડાં વર્ષોથી જે બન્યું છે એમાં કૉમેડિ કે હ્યુમર ઓછું અને ડાર્ક કે બ્લેક એલિમેન્ટ જ વધુ દેખાય. હસવા કે હસી કાઢવા જેવું ઓછું મળે. લેખન ક્ષેત્રમાં રસ હોય એને ‘ઇરેઝર’ નવલકથા પરથી બનેલી આ ‘અમેરિકન ફિક્શન’ સારી મજા કરાવશે. અમેરિકન સમાજની વાતને ભારત અને ગુજરાતના સંદર્ભમાં પણ સમજવામાં મુશ્કેલી નહીં પડે. એક તરફ બ્લેક અમેરિકન લેખક છે જેને શુદ્ધ સાહિત્યમાં રસ છે, વૉક અને લૅફ્ટ ટાઇપના વાઇટ લોકોની બ્લેક લોકોને ચોક્કસ ખાનામાં જકડી રાખવાની વૃત્તિ સામે એને વિરોધ છે. સીધી રેખામાં જતી વાર્તા છેલ્લે છેલ્લે ફ્રેમ નેરેટિવમાં સમાઈ જાય છે અને અંત ખુલ્લો છોડી દે છે. જેફ્રી રાઇટનું કામ ગમ્યું. એ ‘વેસ્ટવલ્ડ’ના બર્નાડ તરીકે હજુ પણ યાદ, ક્યારેક બૉન્ડ-વિશ્વના સીઆઈએ એજન્ટ ફેલિક્ષ તરીકે પણ યાદ આવે. ગમતો અભિનેતા.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ