વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાચા માર્ગે

"સાચા માર્ગે"


સાચા માર્ગે ચાલીએ તો શાની રે ફિકર,

જાગરણ કર્યા છે નથી કર્યા રે ઉજાગરા.

બિંદાસ રહીને જીવી લઈએ જીવતર,

આબરૂ એવી છે નથી કર્યા રે ધજાગરા.. સાચા...


માથું ઊંચું લઈને ચાલીએ એવી કરી છે કમાણી,

આંગળી સીંધે કોઈ અમ પર કરીએ ધુળધાણી.

અલ્યા કમાઈને ખાધું છે અમે નથી કોઈનું લીધું, 

તારા જેવાને તો પગમાં કચરી ન માંગે અન્નપાણી.. સાચા...


હાવજની વાતું હાવજ જાણે માયકાંગલા શું જાણે,

હડી કાઢીને હારે હાલે ભેરું હીજડા નેજવા તાણે.

એક હાકલે હાજર થાય એતો ન જુએ ટાણે કટાણે,

રાત હોય કે દિવસ હોય ન પૂછે કેમ આવ્યો અટાણે.. સાચા...


માંગીને લ્યો તો આપી દઈએ તમને આખે આખું,

ઝૂંટવાની કોશિશ બેકાર છે નહીં રહે તમારી પાંખું.

દિવસે પણ તારોડીયા દેખાશે જગત લાગશે ઝાંખુ,

નીતિની મજા છે કેમ ખાબોચિયાંમાં નજર નાખું.. સાચા...


રચના:-   કિશન એસ.શેલાણા'કાવ્ય'



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ