વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ક્યાં ચાલ્યા તમે?

ક્યાં ચાલ્યા તમે?


આંખોમાં રોપી લીલીછમ વસંત,

આમ રેઢી રજળાવી ક્યાં ચાલ્યા તમે?

આ કળીઓ બેઠી જ્યાં ડાળીએ,

અધવટ તરછોડીને ક્યાં ચાલ્યા તમે?


વીતી છે અનેક રાતો વિયોગમાં,

આમ ઢોલિયો છોડી ક્યાં ચાલ્યા તમે?

આ હૃદય ચુકે ધબકાર પળપળ,

એકલી અટૂલી છોડીને ક્યાં ચાલ્યા તમે?


ચાહતનું પ્રથમ પગથિયું ચડાવીને,

આમ અચાનક અદ્રશ્ય થઈ ક્યાં ચાલ્યા તમે?

બંજર વનમાં વનમાળી થઈ પધાર્યા,

આ ચડતીપડતીમાં મુંજાય ક્યાં ચાલ્યા તમે?


આશાઓના મોટાં ડુંગરા દેખાડી,

હૈયે સપનાં જગાડી ક્યાં ચાલ્યા તમે?

અભરખા મિલનના રમે સંતાકૂકડી,

હાથમાં ચાંદ ધરી ક્યાં ચાલ્યા તમે?


ફૂલડે ફૂલડે ભ્રમરો થૈ ખૂબ ફર્યા,

અધરો જુઠા રાખી ક્યાં ચાલ્યા તમે?

ફોરમ મધુરા શ્વાસની જ્યાં ફોરાણી,

'એકાંત' મોસમ બદલી ક્યાં ચાલ્યા તમે?


જયંતિલાલ વાઘેલા 'એકાંત'

મુંબઈ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ