વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફાગણીયો

"ફાગણીયો"


ફાગણીયો આવ્યો રે સખી ફાગણીયો આવ્યો

લાલ ગુલાબી રે રંગ સાથે સાવરીયો આવ્યો

પિચકારી ભરી રે રંગ કેસુડે કેસરિયો આવ્યો

રંગભીની રાધા રે ચેતજે માખણ ચોર આવ્યો


આજ વાયરો વાયો વૃજમાં વાયરો વાયો

ગોપ ગોવાળો સાથે રંગમાં કનૈયો રોળાયો 

શ્યામા રંભા રાધાની સંગમાં કનૈયો રોળાયો 

આજ કેસુડા નાં રંગે વૃજમાં વાયરો વાયો... ફાગણીયો...


છેલ છોગાળા આજ આવી જા મેદાનમાં

માખણ-મહીંનો હિસાબ લઈશું અમે વૃજમાં

આજ નહીં આવે તારા ભેરું ગોવાળ કામમાં

મારા રંગે રંગી દઉં તને હવે શ્યામ કેરા રંગમાં... ફાગણીયો...


એમ તારી વાતમાં નઈ આવું નટખટ કાના

અરેરેરે.. તું ભાગીને કેટલે ભાગીશ રાધારાણી

અરરર... મારો પાલવ છોડ તું માખણ ચોર

આવી ગઈ મારા હાથમાં તું હવે કેમ શરમાણી... ફાગણીયો...


રચના : કિશન એસ.શેલાણા'કાવ્ય'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ