વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાંખોને આકાશ મળ્યું

"પાંખોને આકાશ મળ્યું"


પંખીની પાંખોને આકાશ મળ્યું,

મને મધરાતે માધવ મળ્યો.

અમાસની રાતને અંજવાળું મળ્યું,

અધૂરી જિંદગીને સાથી મળ્યો... પંખીની...


ભર રે નીંદર માં ઝબુકી જાગી,

જાણે માધવ મારી સામે ઉભો.

ઘેલી રે ઘેલી હુંતો એમજ ભાગી,

નટખટ નખરાળો સાચેજ લુચ્ચો... પંખીની...


એના આવવાનો થયો અણસાર,

મધુર મોરલી વાગી મોહન તારી.

ઝીણો ઝીણો ઘૂઘરીનો રણકાર,

જાગી જોયું પાયલ હતી મારી... પંખીની...



મધ દરિયે ડૂબતી હતી જિંદગી,

ત્યાં બચવા મને તણખલું મળ્યું.

ભાત વગર રંગોળી થઈ બેરંગી,

તરસ છીપાવવા ફુલ રણમાં ખીલ્યું... પંખીની...


રચના : કિશન એસ.શેલાણા'કાવ્ય"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ