વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યર્ગોસ લેન્તીમોસ

આ વર્ષની સિને-ઍવોર્ડ સીઝનમાં જેની સૌથી વધુ હાઇપ જન્મેલી/જન્માવવામાં આવેલી એ ‘પુઅર થિંગ્સ’ ઓસ્કાર રેસમાં બીજી પ્રબળ ફિલ્મોને ટક્કર આપી અપસેટ સર્જી શકે એમ છે. ‘હૉલ્ડઓવર્સ’ મને વધુ ગમી છે, કદાચ એ સર્પ્રાઇઝ આપે. ‘પુઅર થિંગ્સ’ના ડિરેક્ટર યર્ગોસ લેન્તીમોસ નવા જમાનાના પ્રોમિસિંગ સિનેસર્જકોમાં સ્થાન પામે છે. એમની સાઇકો-થ્રીલર ‘ધી કિલિંગ ઑફ ધી સેક્રેડ ડિઅર’ આધુનિક હોરરને રિડિફાઇન કરતી અદ્ભુત મૂવિમાંની એક છે. એમની વિચિત્ર ‘ધી લૉબસ્ટર’ સારું એવું કલ્ટ ફોલોઇંગ ધરાવે છે. ‘પુઅર થિંગ્સ’ ફ્રેન્કન્સ્ટેનિઅન પરંપરાની વાર્તા છે, અને યર્ગોસ લેન્તીમોસની સિગ્નેચર જેવું સ્ટ્રેન્જ, થોડું સર્રિઅલ સ્ટોરી વલ્ડ પણ છે. વિલેમ ડફૉ એકેડમિ અને એક્ટર ફ્રૅટર્નિટીનો માનીતો ગણાય છે. માર્ક રફૅલો અને એમા સ્ટોનને પણ સેલેબ્રિટી ઓછા અને અદાકાર તરીકે વધુ ધ્યાનમાં લેવામાં આવે છે.

શિયાળા આસપાસ શરૂ થઈ જતી ઍવોર્ડ સીઝનની ફ્રન્ટરનર જેવી મહત્તમ મૂવિ જોવાનું શરૂ કરી દીધું હતું. વર્ષે કેટલીયે મૂવિ બનતી હોય એમાં ઍવોર્ડ સીઝન સારું ફિલ્ટર મારી આપે. અને જો કોઈ સારી મૂવિ બાકી રહી હોય કે જોવાની ઇચ્છા ન થઈ હોય એ આવનારાં વર્ષોમાં કલ્ટ ફોલોઇંગ મેળવે તો ત્યારે એના પર ધ્યાન જાય. રિડલી સ્કોટની ‘નેપોલિઅન’ બાકી રાખી છે. નોલન વગેરે જેવા સફળ સિનેસર્જકો પણ જેને વારંવાર પ્રેરણા તરીકે યાદ કરે છે એ રિડલી સ્કોટની પકડ છૂટી ગઈ હોય એવું જણાય છે અથવા લોકો અને સમાજ બદલાઈ ગયા છે. તેમની છેલ્લી બે ‘ધી લાસ્ટ ડ્યૂઅલ’ અને ‘હાઉસ ઑફ ગુચી’ ખાસ ક્યાંય ચર્ચામાં ન રહેલી. એ પણ દેખીતું છે કે સમય પલટાય એમ એમના જેવા જૂના સર્જકોનું સ્થાન યર્ગોસ લેન્તીમોસ જેવા નવા સર્જકો લઈ લે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ