વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાજણના દેશમાં

"સાજણના દેશમાં"


ભુલા પડજો તમે ભુલા પડજો,

સાજણ આવજો મારા મલકમાં.

મારી આડી અવળી શેરીઓમાં,

સાજણ આવજો મારા ગામમાં...સાજણના દેશમાં


સાજણના દેશમાં માથાકૂટ જાજી,

સ્વર્ગથી સોહામણું મારું ગામડું.

હુ તો મારા ગામડાથી ઘણી રાજી,

આવો જોઈ લ્યો ગામડાનું ખોરડું...સાજણના દેશમાં


સાજણના દેશમાં પ્રદુષણ ધૂમાડો,

અમારે વનરાયું લીલુડી ધરતી.

સાજણ ના દેશમાં ગંધાતી ગટ્ટરું, 

અમારે ખળખળ સરિતા વહેતી...સાજણના દેશમાં


સાજણના દેશમાં સમયનો અભાવ,

મહેમાન જોઈ હૈયા હરખાય છે.

વિલાયત છોડી આવો મારે ગામડે,

લાગણી સ્નેહ નેહમાં સમાય છે...સાજણના દેશમાં


રચના : કિશન એસ.શેલાણા"કાવ્ય"

 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ