વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાલમીયા

"વાલમીયા"


કામણગારીએ કામણ કેવા કર્યા,

અમને કેમ છોડ્યા વાલમીયા.

મારા જીવતરમાં ઝેર એવા રેડ્યા,

પારકીને કેમ મોહ્યા વાલમીયા...વાલમીયા...


મારા અંતરની વેદના તમે જાણતા,

ગુલાબી વાયરાની મજા માણતા.

મારી હથેળીમાં નામ તમારું લખતા,

તોય એકલા મુક્યા વાલમીયા...વાલમીયા...


કોરાયેલા કાળજે તમે લાય લગાડી,

મારા મન હરીને તમે માયા લગાડી.

મીઠું બોલીને મને ભોળીને ભરમાવી,

તરસીને તડપાવ્યાં વાલમીયા...વાલમીયા...


ખારા સમંદરમાં તમે મીઠી વિરડી,

વિરહની પીડાં તમે વગર વાંકે દીધી.

છોડી ગયા તમે ત્યાં હજુય બેઠી,

વરસોના વાણા વાયા વાલમીયા...વાલમીયા...


રચના : કિશન એસ.શેલાણા'કાવ્ય'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ