વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું છું ને

લીના અત્યાર સુધી માતાપિતાની છત્રછાયામાં મોટી
થ‌ઈ .નાની મોટી કાંઈ તકલીફ આવે તો માતા પિતા સંભાળી લેતાં અને એમાં પણ વળી પપ્પા તો કાયમ કહેતા હું છું ને તારી સાથે.
        પપ્પાના આ શબ્દો લીનાને ખૂબ હૂંફ આપતા એટલે લીના બેફીકર બની જતી પણ હવે લગ્ન કરીને સાસરે આવી છે.સાસરીમા સાસુ તો છે નહીં.
            સાસરીમાં આજે લીનાનો પહેલો દિવસ છે અને આજે પહેલી રસોઈ પણ બનાવવાની છે એટલે લીના મનોમન મુંઝવણ અનુભવી રહી છે કે આ નવી
જગ્યા છે.બધુ જ નવું નવું અને અલગ છે .મને કાંઈ સમજણ પડતી નથી તો હું કેમ કરીને પહેલી રસોઈ બનાવીશ?
          લીના નાહીને તૈયાર થઈને રસોઈઘરમાં ઊભી ઊભી વિચારે છે ત્યાં જ તેના સસરા આવે છે અને માથે હાથ મૂકીને કહે છે બેટા તું મૂંઝાઈશ નહીં.હુ છું ને તારી સાથે.આજે તારા માટે બધું નવું નવું છે અને તારા ઘર કરતાં બધું અલગ છે.હુ જાણું છું પણ હું તારા સસરા નહીં પણ તારા પપ્પા જ છું અને તું મારી દીકરી છે.
          લીના સસરાના મુખે પોતાના પપ્પાની જેમ કહેલા શબ્દો હું છું ને તારી સાથે સાંભળીને જ ખુશ થઈ ગ‌ઈ .જાણે પોતાના પપ્પા જ સામે ઊભા હોય એમ આંખમાં ખુશીના આંસુ સાથે બોલી ઉઠી.હા, પપ્પા તમારા આ શબ્દો હું છું ને તારી સાથે એ સાંભળીને મને એક અજબ હૂંફ આપી રહ્યા છે.
             લીનાની આ વાત સાંભળીને તેના સસરા પણ કહેવા લાગ્યા દિકરી ચાલ આજે આપણે બંને સાથે મળીને તારી પહેલી રસોઈની તૈયારી શરૂ કરીએ અને હા હવે કાંઈ પણ તકલીફ હોય તો મુંઝાતી નહીં હું છું ને તારી સાથે.
         સુલભા ઠક્કર.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ